Shukra-Mangal Yuti 2023: વૈદિક જ્યોતિષ મુજબ રાશિઓમાં ગ્રહોના પરિવર્તન ઉપરાંત બે ગ્રહોની યુતિનો પણ તમામ રાશિના જાતકો પર પ્રભાવ પડે છે. જુલાઈમાં સિંહ રાશિમાં શુક્ર અને મંગળની યુતિ જ્યોતિષમાં વિશેષ મહત્વ ધરાવે છે. મંગળે એક જુલાઈના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને શુક્રએ પણ 7 જુલાઈથી તે જ રાશિમાં ગોચર કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈદિક જ્યોતિષમાં શુક્રને પ્રેમ, શારીરિક સુખ અને સૌંદર્યનો ગ્રહ માનવામાં આવે છે. જ્યારે મંગળ સાહસ અને વીરતાનો કારક ગ્રહ છે. આ બંને ગ્રહોની યુતિ કેટલીક રાશિઓ માટે શુભ સંયોગ બનાવી રહી છે. જે જીવનમાં ધન અને સફળતાની સંભાવનાનો સંકેત આપી રહી છે. શુક્ર અને મંગળની યુતિથી કઈ રાશિવાળાને લાભ થશે તે ખાસ જાણો. 


મેષ રાશિ
સિંહ રાશિમાં મંગળ શુક્રની યુતિ મેષ રાશિના જાતકો માટે ખુબ જ શુભ સાબિત થઈ રહી છે. મેષ રાશિના જાતકોને અચાનક ધનલાભ થઈ શકે છે. ફસાયેલું ધન મેળવવાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે. તેમના લગ્નજીવનમાં પણ સુધારો જોવા મળી શકે છે અને પાર્ટનરશીપમાં પણ સફળતા મળશે. 


વૃષભ રાશિ
મંગળ અને શુક્રની યુતિ વૃષભ રાશિવાળા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. મંગળ અને શુક્રની યુતિ સતત આર્થિક લાભની અનુકૂળ સ્થિતિ બનાવી રહી છે. તેમને પોતાના પ્રયત્નોમાં સફળતાનો અનુભવ થશે અને તેમના વ્યવસાયમાં મહત્વપૂર્ણ લાભ થશે. આ સાથે જ પ્રતિષ્ઠામાં વધારો થશે. 


કર્ક રાશિ
સિંહ રાશિમાં મંગળ અને શુક્રની યુતિ કર્ક રાશિના જાતકો માટે વિશેષ લાભ ધરાવે છે. આ વ્યક્તિઓમાં મહત્વપૂર્ણ નાણાકીય લાભનો અનુભવ થશે. તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તેમને અપ્રત્યાશીત રીતે લાંબા સમયથી પેન્ડિંગ ધનલાભ થઈ શકે છે. ફસાયેલા કે ખોવાયેલા પૈસા પાછા મળવાથી ખુબ રાહત રહેશે. તેમને ધંધામાં પણ સારો નફો થશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube