Mangal Shukra Yuti: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાશિ પરિવર્તનથી ઘણી વખત શુભ યોગ સર્જાતા હોય છે. જુલાઈ મહિનામાં ગ્રહોનો આવો જ સંયોગ જોવા મળશે. જુલાઈ મહિનામાં 01 જુલાઈએ મંગળ ગ્રહે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે અને હવે 07 જુલાઈના રોજ શુક્ર ગ્રહ પણ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે 7 જુલાઈથી સિંહ રાશિમાં શુક્ર-મંગળનો સંયોગ રચાશે. આ યુતિની અસર બધી જ રાશિના જાતકોના જીવન પર પડશે. આ સમય દરમિયાન કેટલીક રાશિઓને વિશેષ લાભ મળશે.
 
મિથુન રાશિ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહ રાશિમાં મંગળ-શુક્રની યુતિ મિથુન રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. મિથુન રાશિના લોકોમાં મંગળ અને શુક્રનો પ્રભાવ આત્મવિશ્વાસ વધારશે. આત્મવિશ્વાસ તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવામાં મદદ કરશે. તમને કાર્યસ્થળમાં સફળતા મળશે. નાણાંકીય લાભની તકો મળશે. નોકરીયાત લોકોને નવી નોકરીની તકો મળશે. અચાનક ક્યાંકથી પૈસા મળવાના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.


આ પણ વાંચો:


 


ગુરુ ગ્રહનો ભરણી નક્ષત્રમાં પ્રવેશ, નવેમ્બર સુધી આ 5 રાશિઓ માટે સમય અતિશુભ


મંગળ ગ્રહનો બુધની રાશિમાં પ્રવેશ, 45 દિવસમાં 3 રાશિઓને થશે મળશે ધન અને કામમાં સફળતા


અદાણી-અંબાણી જેવા ધન કુબેર બનવું હોય માતા લક્ષ્મીના આ 108 નામનો નિયમિત કરો જાપ
 
તુલા રાશિ


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા રાશિના લોકો માટે મંગળ શક્રની યુતિ લાભકારી રહેશે. તુલા રાશિના જાતકોને આ યુતિનો લાભ મળવાનો છે. માન-સન્માનમાં વધારો થશે. મન કામમાં વધુ વ્યસ્ત રહેશે. આ મંગળ-શુક્રની યુતિ વેપારીઓ માટે ખૂબ જ શુભ અને ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે.
 
ધન રાશિ

શુક્ર અને મંગળની યુતિથી ધન રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. પૈસાની ખામી દુર થશે. જે લોકો નોકરી કરે છે તેઓને અનેક સારી તકો મળવાની છે. શુક્ર અને મંગળની યુતિના કારણે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ છે. જે લોકો પોતાનો વ્યવસાય ચલાવે છે તેમને સારો નફો મળવાની સંભાવના છે.
 
મીન રાશિ

મીન રાશિના લોકો માટે આ યુતિ ખૂબ જ શુભ અને અદ્ભુત સાબિત થશે. પૈતૃક સંપત્તિના વેચાણથી હાથમાં ઘણા પૈસા આવવાની સંભાવના છે. તમને નસીબનો સાથ મળશે. જેના કારણે તમને દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)