Mangal-Shukra Yuti: 20 વર્ષ બાદ સૂર્યની રાશિમાં મંગળ-શુક્રની યુતિ, આ રાશિના લોકો કરશે બેહિસાબ કમાણી
Mangal-Shukra Yuti: 1 જુલાઈએ મંગળ ગ્રહે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 8 જુલાઈએ શુક્ર ગ્રહે પણ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. સિંહ રાશિમાં શુક્ર અને મંગળના એક સાથે પ્રવેશના કારણે બંને ગ્રહોની યુતિ સર્જાઈ છે. સિંહ રાશિમાં આ બંને ગ્રહોની યુતિ સર્જાવાના કારણે 4 રાશિના લોકોને વિશેષ લાભ થવાનો છે.
Mangal-Shukra Yuti: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દર મહિને ગ્રહોનું રાશિ પરિવર્તન થાય છે. જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે. આ મહિનામાં ઘણા ગ્રહોનું રાશિ પરિવર્તન થશે. જેની શરુઆત જુલાઈ મહિનાના પહેલા જ દિવસે એટલે કે 1 જુલાઈના રોજ થઈ ચુકી છે. 1 જુલાઈએ મંગળ ગ્રહે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 8 જુલાઈએ શુક્ર ગ્રહે પણ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. સિંહ રાશિમાં શુક્ર અને મંગળના એક સાથે પ્રવેશના કારણે બંને ગ્રહોની યુતિ સર્જાઈ છે. સિંહ રાશિમાં આ બંને ગ્રહોની યુતિ સર્જાવાના કારણે 4 રાશિના લોકોને વિશેષ લાભ થવાનો છે.
આ પણ વાંચો:
રાશિફળ 09 જુલાઈ: આજે કન્યા રાશિને ગ્રહોની શુભ સ્થિતિને કારણે મોટી રકમ મળશે
24 કલાકમાં આ સમયે જીભ પર બિરાજે છે માં સરસ્વતી, આ સમયે જે માંગો તે થાય છે સત્ય
આ રાશિઓની જોડી ક્યારેય નથી જામતી, ભુલે ચુકે બની જાય જોડી તો રોજ ઘરમાં બોલાવે ધડબડાટી
કર્ક રાશિ
સિંહ રાશિમાં મંગળ અને શુક્રના પ્રવેશથી કર્ક રાશિના જાતકોને વિશેષ લાભ મળવાના છે. આ સમય દરમિયાન કર્ક રાશિના લોકોને અચાનક ધન લાભ થશે. આ રાશિના સંપત્તિ અને વાણીના ભાવમાં આ યુતિ થવા જઈ રહી છે. તેથી આ સમયે કર્ક રાશિના જાતકો આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરશે. આ સમયે ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. તેની અસર વાણીમાં જોવા મળશે. લોકોના જીવનમાં પણ તેની અસર થશે. કાર્યસ્થળ પર નોકરીયાત લોકોનું વર્ચસ્વ વધશે.
મેષ રાશિ
મંગળ અને શુક્ર ગ્રહોની યુતિ મેષ રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થશે. આ રાશિના પાંચમા ભાવમાં આ યુતિ બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. આ સમય દરમિયાન તમારી આવકમાં અચાનક વધારો થશે. શેરબજારમાંથી પણ લાભ થવાની સંભાવના છે. લવ લાઈફમાં રોમાન્સ વધશે. આ સમયે પરિવારના સભ્યોનો પુરો સહયોગ મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.
કુંભ રાશિ
સિંહ રાશિમાં મંગળ અને શુક્રના પ્રવેશના કારણે કુંભ રાશિના લોકો માટે સમય ફાયદાકારક રહેશે. આ રાશિના સાતમા ઘરમાં આ યુતિ બનવા જઈ રહી છે. આ સમયે પરિણીત લોકોનું જીવન સુખમય રહેશે. ભાગીદારીનું કામ કરનારા લોકોને પણ આ સમયગાળા દરમિયાન ઘણો લાભ મળશે. આ સમયે તમને આવકના નવા માધ્યમો પણ મળી શકે છે. જો તમે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો તો તે પૂર્ણ થશે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)