જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો એક ચોક્કસ સમયગાળામાં પોતાની ઉચ્ચ અને નિમ્ન ડિગ્રી સાથે ગોચર કરે છે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળતો હોય છે. અત્રે જણાવવાનું કે ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની સ્વરાશિ મેષમાં ભ્રમણ કરી રહ્યા છે. તેમણે પતાની યુવા અવસ્થામાં પ્રવેશ કર્યો છે. જેનાથી કેટલીક રાશિનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન અને સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિવાળા માટે મંગળ ગ્રહનું યુવા અવસ્થાાં ભ્રમણ કરવું એ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે એક તો મંગળ ગ્રહ તમારી રાશિના સ્વામી છે અને સાથે જ તેઓ હાલ મેષ રાશિમાં જ ગોચર કરે છે. આથી આ સમય દરમિયાન રૂચક રાજયોગ પણ બને છે. આથી તમને ધન સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. તમારી આયુમાં પણ વધારો થશે. કષ્ટોથી છૂટકારો મળશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. નવા નવા લોકો સાથે સંબંધ બનશે. નોકરીયાતોની પદોન્નતિ થઈ શકે છે. 


કર્ક રાશિ
મંગળ ગ્રહ યુવા અવસ્થામાં ગોચર કરવાથી આ રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ કેન્દ્ર ત્રિકોણ રાજયોગ અને રૂચક રાજયોગ બનાવી રહ્યા છે. આ સમય દરમિયાન તમારી કોઈ ડીલ ફાઈનલ થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને કોઈ પરીક્ષામાં સફળતા મળી શકે છે. સરકારી નોકરી મળી શકે છે. જે લોકો બેરોજગાર છે તેમને પણ નોકરી મળવાના યોગ છે. નોકરીયાતને પદોન્નતિ અને મનપસંદ જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. 


સિંહ રાશિ
તમારા માટે મંગળ ગ્રહનું યુવા અવસ્થામાં ગોચર કરવાથી ફળદાયી પરિણામો મળી શકે છે. કારણ કે મંગળ ગ્રહે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ તમારા ભાગ્ય ઘરમાં બનાવ્યો છે. આથી આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. આ સાથે જ તમને ભાઈ બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે. વાહન અને પ્રોપર્ટીની પ્રાપ્તિ થઈ શકે છે. મંગળ ગ્રહના પ્રભાવથી તમારા નેતૃત્વમાં શાનદાર વધારો જોવા મળશે અને માન પ્રતિષ્ઠા તથા યશમાં સારો એવો વધારો થશે. આ સાથે જ તમારી ઈચ્છાઓ પણ પૂરી થઈ શકશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)