Shani Gochar 2024: શનિ ગ્રહ ને જ્યોતિષશાસ્ત્રમાં ન્યાયના દેવતાનું સ્થાન આપવામાં આવ્યું છે. શનિ વ્યક્તિને તેના કર્મ અનુરૂપ ફળ આપે છે. શનિ અન્ય ગ્રહોની સરખામણીમાં સૌથી ધીમી ગતિએ રાશી બદલે છે. સંપૂર્ણ રાશિ ચક્ર પૂર્ણ કરવામાં શનિને ત્રીસ વર્ષનો સમય લાગે છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. તેથી શનીનો પ્રભાવ પણ લોકોના જીવન પર અઢી વર્ષો સુધી રહે છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Agarbatti: પૂજા સમયે અગરબત્તી કરવી શુભ કે અશુભ ? જાણો અગરબત્તી કરવાના સાચા નિયમ વિશે


કર્મ ફળના સ્વામી હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે. કુંભ રાશિ શનિની મૂળ ત્રિકોણ રાશિ છે. વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે શની પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરે છે તો પંચ મહાપુરુષ રાજયોગમાંથી સૌથી શક્તિશાળી શશ રાજયોગનું નિર્માણ કરે છે ખૂબ જ શુભ માનવામાં આવે છે.


30 જૂન 2024 ના રોજ જ્યારે શનિદેવ વક્રી થયા હતા તો આ રાજયોગનો ભંગ થયો હતો. 15 નવેમ્બર 2024 ના રોજ શનિ ફરીથી માર્ગી થયા છે અને આ રાજયોગ ફરીથી સર્જાયો છે. જેના કારણે ત્રણ રાશીના લોકોનું ભાગ્ય પ્રબળ થયું છે. 


આ પણ વાંચો: શુક્ર એ બદલી પોતાની ચાલ, 3 રાશિનું સુતુ ભાગ્ય જાગશે, ચારે તરફથી થશે લાભ જ લાભ


વૃષભ રાશિ 


વૃષભ રાશી ના જાતકોને અચાનક ધન લાભ થવાની સંભાવના છે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. આવક વધારવાના પ્રયત્નો સફળ થશે. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં માન સન્માન વધશે. આવક વધવાથી લાઈફ સ્ટાઈલમાં ફેરફાર થઈ શકે છે. આવક વધવાથી તિજોરી ભરાઈ જશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. અટકેલા કાર્ય પુરા થશે. જીવનની સમસ્યાઓ દૂર થશે. 


આ પણ વાંચો: Jyotish Tips: કોઈ માંગે તો પણ ઉધાર ન આપવી આ 3 વસ્તુઓ, આપે તે થઈ જાય કંગાળ


તુલા રાશિ 


વેપારમાં લાભ થશે. રોકાણ કરવા માટે સારો સમય. અચાનક ધન લાભ થવાથી તિજોરી ભરાઈ જશે. સંપત્તિ સંબંધિત બાબતોનું સમાધાન આવશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. શારીરિક પીડાનો અંત આવશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત રહેશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ આવશે. 


આ પણ વાંચો: Weekly Horoscope: 12 રાશિઓ માટે કેવું હશે નવું સપ્તાહ ? વાંચો સાપ્તાહિક રાશિફળ


કુંભ રાશિ 


કુંભ રાશિ માટે આ સમય આર્થિક રીતે સારો છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો થઈ શકે છે. કાર્ય ક્ષેત્રમાં માન સન્માન વધશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. પારિવારિક જીવન સુખદ રહેશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)