3 દિવસ બાદ આ રાશિવાળાઓનું ભાગ્ય ખુલી જશે, મંગળદેવ બધુ મંગળ કરશે, ધનના ઢગલા થશે
જ્યારે પણ ગ્રહો રાશિ કે નક્ષત્ર પરિવર્તન કરે છે ત્યારે તમામ રાશિવાળા પર તેની અસર થતી હોય છે. વૈદિક પંચાંગ મુજબ 12 માર્ચના રોજ મંગળવારે મંગળ ગ્રહ રાતે 8.09 વાગે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે.
વૈદિક જ્યોતિષમાં તમામ રાશિઓ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. આવામાં મંગળ ગ્રહને ભૂમિ, સાહસ અને કૌશલનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે જ્યારે પણ ગ્રહો રાશિ કે નક્ષત્ર પરિવર્તન કરે છે ત્યારે તમામ રાશિવાળા પર તેની અસર થતી હોય છે. વૈદિક પંચાંગ મુજબ 12 માર્ચના રોજ મંગળવારે મંગળ ગ્રહ રાતે 8.09 વાગે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેનાથી કેટલીક રાશિવાળાને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થશે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
મેષ રાશિ
મેષ રાશિવાળા માટે મંગળનું ગોચર ખુબ લાભદાયી રહી શકે છે. જે લોકો નોકરી કરે છે તેમને સ્થાન પરિવર્તન થઈ શકે છે. કોઈ સારી કંપનીમાં મોટા પદ પર નોકરી માટે ઓફર મળી શકે છે. આવકમાં વધારો થવાની શક્યતા છે. ઘરમાં ખુશીઓ આવશે. પરિવારનો ભરપૂર સાથમળશે. સમાજમાં માન સન્માન વધશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો.
મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે મંગળનું શતભિષા નક્ષત્રમાં પ્રવેશ ખુબ જ અનુકૂળ સિદ્ધ થશે. કારોબારમાં વિસ્તાર થશે. જે લોકો નવા બિઝનેસ વિશે વિચારી રહ્યા છે તેમના માટે ખુબ સારો સમય છે. મોટા લોકોનો સાથ મળી શકે છે. વ્યવસાયિક સંપત્તિથી ધનલાભ થશે. મન ખુશ રહેશે.
તુલા રાશિ
વૈદિક જ્યોતિષ મુજબ મંગળનું આ નક્ષત્ર પરિવર્તન તુરા રાશિવાળા માટે શુભ રહેશે. 12 માર્ચ બાદ તુલા રાશિવાળાના વેપારમાં ફેરફાર જોવા મળશે. કારોબારમાં અચાનક સફળતા મળી શકે છે. જે લોકો નોકરીની શોધ કરી રહ્યા છે તેમને સારી નોકરી મળી શકે છે. ઘરમાં ખુશીઓનો માહોલ બની રહેશે. અચાનક ઘરમાં કોઈ અજાણ્યા મહેમાનનું આગમન થઈ શકે છે. 12 માર્ચ બાદ તમારા કાર્યોમાં વિસ્તાર થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube