Mangal Gochar 2024: જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહને ઉર્જા, શક્તિ, સાહસ, પરાક્રમ, ભૂમિ અને શૌર્યનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે. મંગળને નવ ગ્રહોના સેનાપતિ પણ માનવામાં આવે છે. આ મંગળ ગ્રહ 5 ફેબ્રુઆરી 2024 ના રોજ મકર રાશિમાં ગોચર કરશે. મકર રાશિ મંગળની ઉચ્ચ રાશિ છે અને આ રાશિમાં પહેલાથી જ સૂર્ય ગોચર કરે છે. 5 ફેબ્રુઆરીથી મકર રાશિમાં આદિત્ય મંગળ યોગનું નિર્માણ થશે. જેના કારણે કેટલીક રાશિના લોકોને જબરદસ્ત લાભ થવાની સંભાવના છે. તો ચાલો તમને જણાવીએ 5 ફેબ્રુઆરીએ થનાર મંગળનું રાશિ પરિવર્તન કઈ રાશિઓ માટે શુભ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાશિઓ માટે મંગળનું રાશિ પરિવર્તન શુભ


આ પણ વાંચો: શ્રીરામના નેત્ર માત્ર 20 મિનિટના મુહૂર્ત બન્યા, અરુણ યોગીરાજે કરી હતી ખાસ વિધિ


મેષ રાશિ


કારકિર્દીમાં મોટા ફેરફાર થશે અને કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. નોકરીમાં પદોન્નતિની તકો મળશે. આવકના નવા સ્ત્રોત બનશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.


વૃષભ રાશિ


ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. નવા સ્ત્રોતથી ધન પ્રાપ્તિ થવાની સંભાવના છે. કારકિર્દીમાં પ્રગતિ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. સુખ સુવિધામાં વધારો થશે. શિક્ષાના ક્ષેત્રમાં સફળતા મળશે. 


આ પણ વાંચો: મકર રાશિમાં સર્જાશે ચતુર્ગ્રહી યોગ, ફેબ્રુઆરી મહિનામાં આ રાશિઓને અચાનક થશે ધન લાભ


તુલા રાશિ


ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. કારકિર્દીમાં નવી ઊંચાઈ સુધી પહોંચશો. બધા જ કાર્ય બાધા વિના પૂરા થશે. જો કોઈ નવો વેપાર શરૂ કરવાની ઈચ્છા છે તો સમય સારો છે. આ સમયે શરૂ કરેલું કામ સફળ થશે.


વૃશ્ચિક રાશિ


જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છા હવે પૂરી થશે. સારી નોકરી મળી શકે છે. આવકમાં વૃદ્ધિ થશે. જીવનસાથી સાથે સંબંધ ગાઢ થશે.


આ પણ વાંચો: Trigrahi Yog: 50 વર્ષ પછી કુંભ રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ રાશિના લોકોને થશે લાભ


મીન રાશિ


પારિવારિક જીવન સુખમય રહેશે. સુખ શાંતિથી જીવન પસાર થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા દૂર થશે. અટકેલા કામ પુરા થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)