નવી દિલ્હીઃ Grah Gochar In May 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દર મહિને ઘણા ગ્રહ પોતાનું સ્થાન પરિવર્તન કરે છે, જેનો શુભ અને અશુભ પ્રભાવ દરેક જાતકો પર જોવા મળે છે. મે મહિનામાં પણ કેટલાક ગ્રહો ગોચર કરવાના છે, જેનો શુભ લાભ જાતકોને મળશે. નોંધનીય છે કે 2 મેએ શુક્ર ગ્રહ વૃષભ રાશિમાંથી નિકળી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો 10 મે 2023ના ગ્રહોના સેનાપતિ મંગળ મિથુન રાશિમાંથી ચંદ્રની રાશિ કર્કમાં પ્રવેશ કરશે. મંગળને સાહસ અને પરાક્રમનો કારક માનવામાં આવ્યો છે. 15 મેએ સૂર્ય મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ ત્રણ ગ્રહોના ગોચર કેટલીક રાશિના જાતકોના જીવન પર સકારાત્મક પ્રભાવ પાડશે. જાણો મે મહિનામાં કઈ રાશિના જાતકોને લાભ થવાનો છે. 


આ પણ વાંચોઃ Dhan Raj Yog 2023: 50 વર્ષ બાદ બન્યો ધન રાજયોગ, આ 3 રાશિના જાતકો થઈ શકે છે માલામાલ!


મિથુન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન રાશિના લોકો માટે મે મહિનો અનુકૂળ રહેવાનો છે. આ દરમિયાન કરિયરમાં લાભ મળશે. કાર્યક્ષેત્રમાં લાભની સાથે-સાથે આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. પૈતૃક સંપત્તિના મામલામાં શુભ સમાચાર મળી શકે છે. જમીન-સંપત્તિ સંબંધી કોઈ કેસ ચાલી રહ્યો હશે તો નિર્ણય તમારા પક્ષમાં આવશે. અટવાયેલું નાણુ પરત મળશે.  


સિંહ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિને સિંહ રાશિના જાતકોને વિશેષ સફળતા મળશે. આ દરમિયાન નોકરીમાં નવી ઓફર મળશે. કરિયર પ્રમાણે આ મહિનો શુભ રહેવાનો છે. ધનના મામલામાં પણ સારા પરિણામ મળશે. સરકારી નોકરી કરનાર લોકોને પ્રમોશન મળી શકે છે. 


વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકો માટે આવનારો મહિનો ફળયાદી રહેવાનો છે. બોસ અને સહયોગીઓની સાથે સંબંધમાં સુધાર થશે. કરિયરમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે. નોકરી બદલવાનું વિચારી રહ્યાં છો તો તમને સારી નોકરી મળી શકે છે. 


આ પણ વાંચોઃ ગુરુ અને રાહુની યુતિથી બની રહ્યો છે ચાંડાલ યોગ! આ પાંચ રાશિના લોકોને કરશે પરેશાન


મકર રાશિ
આ રાશિના જાતકો માટે પણ મે મહિનો શુભ રહેવાનો છે. આ મહિનામાં તમારા મન પ્રમાણે કાર્યોમાં સફળતા મળશે. બોસની સાથે ચાલી રહેલી સમસ્યા પણ આ મહિનામાં દૂર થઈ શકે છે. બિઝનેસ કરનાર જાતકોને આર્થિક લાભ થશે. આ જાતકોની પ્રગતિનો યોગ બની રહ્યો છે. આ મહિને તમને ધનલાભ પણ થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube