Budh Shukra Yuti: ગ્રહોના રાજકુમાર બુધ અને વૈભવના કારક શુક્ર જ્યારે એક રાશિમાં બિરાજમાન હોય છે તો તેને શુભ માનવામાં આવે છે. 25 ડિસેમ્બર 2023 ના રોજ સવારે શુક્ર રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે 28 ડિસેમ્બરે વક્રી બુધ પણ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. વૃશ્ચિક રાશિમાં બુધ અને શુક્રની યુતિ બનવાથી લક્ષ્મીનારાયણ યોગ પણ સર્જાશે. આ યોગ કેટલીક રાશિના લોકો માટે કુબેરના ખજાનાના દરવાજા ખોલી દેશે. તો ચાલો તમને જણાવીએ કે બુધ અને શુક્ર કઈ રાશિના લોકો માટે લકી સાબિત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃશ્ચિક રાશિ


લક્ષ્મીનારાયણ યોગના નિર્માણથી લોકોને બમ્પર ફાયદો થશે. આ રાશિના લોકોને આવકમાં વધારો થશે ધનનું આગમન એવી એવી જગ્યાએથી થશે જ્યાંથી તેમણે વિચાર્યું પણ ન હોય. આ સમય દરમ્યાન લવ લાઇફમાં પણ રોમાન્સ વધશે. કારકિર્દીમાં સ્થિતિ સારી રહેશે.


આ પણ વાંચો: 1000 વર્ષ પછી 3 ગ્રહોનો સર્જાયો દુર્લભ સંયોગ, 2024 માં 3 રાશિઓને અચાનક થશે ધનલાભ


મિથુન રાશિ


વૃશ્ચિક રાશિમાં જે લક્ષ્મીનારાયણ યોગનું નિર્માણ થશે તે આ રાશિના લોકો માટે લાભકારી છે. વેપારીઓ માટે આ સમય શુભ છે બિઝનેસમાં નફો વધવાના યોગ છે. તમને નવી નોકરી માટે ઓફર પણ મળી શકે છે. ઘર પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે. આર્થિક સ્થિતિ સ્ટેબલ થશે.


કુંભ રાશિ


કુંભ રાશિના લોકો માટે લક્ષ્મીનારાયણ યોગનું નિર્માણ શુભ સાબિત થવાનું. તેમના જીવનમાં જો સમસ્યાઓ હતી તે પૂરી થશે. સંતાન તરફથી ગુડ ન્યુઝ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે.


આ પણ વાંચો: નવા વર્ષની શરૂઆતથી રોજ આ કામ કરવાનો બનાવી લો નિયમ, દિવસ રાત વધતું રહેશે બેંક બેલેન્સ


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)