નવી દિલ્હીઃ Budh Mangal And Venus Conjunction In Makar: વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર ત્રિગ્રહી અને શુભ યોગનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 50 વર્ષ બાદ મકર રાશિમાં ધન અને વૈભવના દાતા શુક્ર, ગ્રહોના રાજકુમાર બુધ અને ગ્રહોના સેનાપતિ મંગળ ગ્રહનો સંયોગ બની રહ્યો છે. આ સંયોગ ફેબ્રુઆરીમાં બનશે. જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે, જેને આ સમયે અચાનક ધનલાભ થઈ શકે છે. સાથે આ જાતકોની સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મકર રાશિ
મકર રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિમાં બનવા જઈ રહ્યો છે. જેનાથી આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સાથે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારા તેજ અને પ્રભાવ બંનેમાં વધારો થશે. સાથે તમારા સરકારી કાર્ય પણ થઈ જશે. તમને સરકારી કાર્યોમાં લાભ થશે. આ સમયે પરીણિત લોકોનું જીવન ખુશ રહેશે. તમારા જીવનસાથીની આ સમયે પ્રગતિ થઈ શકે છે. સાથે સમાજીક ક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. તમે ભાગીદારીમાં કામ કરશો તો તમને લાભ થઈ શકે છે. 


આ પણ વાંચોઃ 1 વર્ષ બાદ સૂર્ય ગ્રહ કરશે શનિના ઘરમાં પ્રવેશ, ત્રણ જાતકોને થશે શુભફળની પ્રાપ્તિ


ધન રાશિ
ત્રિગ્રહી યોગ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. આ યોગ તમારી રાશિના ધન અને વાણી ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. આ સાથે આ સમયમાં તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમને કાર્યોમાં સફળતા મળશે. આ દરમિયાન કારોબારીઓના ફસાયેલા પૈસા પરત મળી શકે છે. 


મેષ રાશિ
મેષ રાશિના જાતકોને ત્રિગ્રહી યોગ શુભ ફળ આપી શકે છે. કારણ કે આ યોગ તમારી કુંડળીના કર્મ ભાવમાં બની રહ્યો છે. તેથી આ સમયે તમને કામ-ધંધામાં સફળતા મળી શકે છે. તમને નોકરીમાં પ્રમોશન મળવાનો યોગ બની રહ્યો છે. સાથે તમને પૈતૃક સંપત્તિથી લાભ થશે. નોકરી કરનાર જાતકોને જુનિયર અને સીનિયરનો સાથ મળશે. જે લોકો વેપાર કરી રહ્યાં છે તે ધંધાનો વિસ્તાર કરી રહ્યાં છે. આ સમયમાં તમે કોઈ મોટી વ્યવસાયિક ડીલ ફાઈનલ કરી શકો છો.