Budhaditya Raja Yoga: સૂર્યદેવને ગ્રહોના રાજા કહેવાય છે. તેઓ માન, સન્માન, ઉચ્ચ પદ અને નેતૃત્વની ક્ષમતાના કારક ગ્રહ છે. જ્યારે બુધ ગ્રહ ગ્રહોના રાજકુમાર છે. જેને બુદ્ધિ, વાણીના કારક માનવામાં આવે છે. આ બંને ગ્રહો લોકોના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી જ્યારે તેનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે તેનો પ્રભાવ દરેક રાશિના જીવન પર જોવા મળે છે. 17 જુલાઈએ બુધ અને સૂર્યની આવી જ પ્રભાવશાળી યુતિ સર્જાશે. 17 જુલાઈએ સવારે કર્ક રાશિમાં સૂર્ય ગોચર કરશે. આ રાશિમાં પહેલાથી જ બુધ ગોચર કરી રહ્યો છે. સૂર્ય અને બુધ એક રાશિમાં હોવાથી બુધાદિત્ય યોગ અને વિપરીત રાજયોગનું નિર્માણ થશે. આ યોગના કારણે ત્રણ રાશિના લોકોને અત્યંત લાભ થવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


બુધ-સૂર્યની યુતિથી આ 3 રાશિઓને થશે લાભ



આ પણ વાંચો:


શનિ દેવને કરવા હોય ઝડપથી પ્રસન્ન તો શનિવારે પહેરો આ રંગના કપડા, શુભ રહેશે શનિવાર


17 જુલાઈએ સૂર્યનું રાશિ પરિવર્તન, જાણો સૂર્યના ગોચરથી 12 રાશિઓ પર કેવો પડશે પ્રભાવ


પૂજા કરતી વખતે તુલસીના કુંડામાં પધરાવી દો આ વસ્તુ, દિવસ રાત ઘરમાં વધતો રહેશે રુપિયો



કર્ક રાશિ


કર્ક રાશિના લોકો માટે વિપરીત રાજયો શુભ સાબિત થશે. આ સમય દરમિયાન વિદેશી સંબંધિત વેપારથી ફાયદો થશે. બેન્કિંગ રોકાણ અને આયાત નિકાસ સંબંધિત વેપારમાં પણ લાભ થશે. કાર્યક્ષેત્રમાં માન સન્માન વધશે અને અટકેલા કાર્યો પૂર્ણ થશે. 



વૃશ્ચિક રાશિ


વૃશ્ચિક રાશિના લોકો માટે વિપરીત રાજયોગ લાભકારી સાબિત થશે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે અને બીમારીઓથી છુટકારો મળશે. નોકરી અને વ્યવસાય કરતાં લોકોને આકસ્મિક ધન લાભ થવાના યોગ છે. આધ્યાત્મમાં રુચિ વધશે.



મકર રાશિ


મકર રાશિના લોકો માટે વિપરીત રાજયોગ શુભ ફળદાય સાબિત થશે. આ સમય દરમિયાન કોર્ટ કચેરીની બાબતોમાં સફળતા પ્રાપ્ત થશે. આ સમય સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ કરનાર હશે. જૂનું કરજ ચૂકવવામાં સફળતા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)