Budh Gochar 2024: ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ ગ્રહનું રાશિ પરિવર્તન 29 જૂને થવાનું છે. 29 જુને બપોરે 12 કલાક અને 26 મીનીટે બુધ ગ્રહ મિથુન રાશિમાંથી નીકળી કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિમાં બુધ ગ્રહ 19 જુલાઈ રાત્રે 8 કલાક અને 46 મિનિટ સુધી ગોચર કરશે. ત્યાર પછી બુધ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહના આ રાશિ પરિવર્તનથી 12 રાશિના લોકોના જીવન પર પ્રભાવ જોવા મળશે. તો ચાલો તમને જણાવીએ બુધ ગ્રહના કર્ક રાશિમાં પ્રવેશથી કઈ રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુધના રાશિ પરિવર્તનથી આ 4 રાશિને થશે ફાયદો 


આ પણ વાંચો: હનુમાન ચાલીસા કરતી વખતે 99 ટકા લોકો કરે છે આ ભુલ, તેથી નથી મળતું પાઠ કર્યાનું ફળ


મેષ રાશિ 


મેષ રાશિના લોકો માટે બુધનું ગોચર શુભ ફળ દેનાર સાબિત થશે. આ રાશિના લોકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય વધશે. 29 જૂન પછી આ રાશિના લોકોને પૈસાની તંગી નહીં સતાવે. કરિયરની દ્રષ્ટિએ શાનદાર સમય. વેપાર માટે પણ સમય લાભકારી. 


મિથુન રાશિ 


29 જૂને બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરશે જેનો સૌથી વધુ ફાયદો મિથુન રાશિને થશે. આ રાશિના લોકોને સારી તક પ્રાપ્ત થશે. કારકિર્દીમાં પ્રગતિ થશે. પ્રમોશન અને પગાર વધારો થઈ શકે છે. પૈતૃક સંપત્તિથી ધન મળી શકે છે. જીવનમાં માન સન્માન પ્રાપ્ત થશે. 


આ પણ વાંચો: 29 જૂનથી શનિ અને બુધની બદલશે ચાલ, જાણો કઈ કઈ રાશિના લોકોએ રહેવું પડશે સંભાળીને


કર્ક રાશિ 


બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરીને કર્ક રાશિમાં જ પ્રવેશ કરશે. તેથી આ રાશિ માટે પણ સારો સમય શરૂ થશે. કારકિર્દીની દ્રષ્ટિએ સમય અતિ શુભ. આર્થિક સ્થિતિ પણ સુધારામાં હશે. લક્ષ પ્રાપ્તિ સરળતાથી થશે. જીવનમાં સુખ અને વૈભવ વધશે. બિઝનેસમાં પણ નફો થશે. 


કન્યા રાશિ 


બુધનું રાશિ પરિવર્તન કન્યા રાશિના લોકોને પણ શુભ ફળ આપશે. દરેક કાર્યના સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. લક્ષ પ્રાપ્તિ માટે તકો મળશે. ભાગ્યનો સાથ મળશે. અટકેલા કામ પુરા થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આત્મવિશ્વાસ વધશે.


આ પણ વાંચો: Shani Vakri: શનિ કુંભ રાશિમાં થશે વક્રી, નવેમ્બર સુધીમાં 5 રાશિઓના લોકો બનશે ધનવાન


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)