નવી દિલ્હીઃ ગ્રહોની બદલતી ચાલથી વ્યક્તિના ભવિષ્યનો અંદાજ લગાવી શકાય છે. જ્યોતિષ વિદ્યામાં નવ ગ્રહોનો ઉલ્લેખ છે, જે પોતાના સમય અનુસાર ચાલ બદલતા રહે છે. તો જાન્યુઆરી મહિનામાં ત્રણ ગ્રહોની બદલતી ચાલ ખુબ ખાસ માનવામાં આવી રહી છે. હાલ ધન રાશિમાં બુધ અને મંગળ બિરાજમાન છે, જ્યાં 18 જાન્યુઆરીએ શુક્ર પ્રવેશ કરશે. ધનમાં શુક્રના પ્રવેશ કરવાથી ત્રિગ્રહી અને લક્ષ્મી નારાયણ યોગ બનશે. આ શુભ યોગોના નિર્માણનો પ્રભાવ દરેક રાશિ પર પડશે. આવો જાણીએ ધન રાશિમાં બની રહેલા ત્રિગ્રહી અને લક્ષ્મી નારાયણ યોગથી કયાં જાતકો ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
બુધ, શુક્ર અને મંગળની ચાલ મેષ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. ત્રિગ્રહી યોગ અને લક્ષ્મી નારાયણ યોગના શુભ પ્રભાવથી તમારા જીવન પર સકારાત્મક અસર પડશે. અટવાયેલા કામ થશે. તમે સ્વસ્થ રહેશો અને ધનલાભ પણ થશે. વેપારીઓ માટે આ સમય શુભ રહેવાનો છે. 


વૃશ્ચિક રાશિ
ધન રાશિમાં બની રહેલી શુક્ર, બુધ અને મંગળની યુતિ વૃશ્ચિક રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. કામના સિલસિલામાં વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. લગ્ન જીવનમાં મધુરતા આવશે. પરિવારમાં સુખ-શાંતિ બનેલી રહેશે. કરિયર લાઇફમાં મિત્રોનું સમર્થન મળશે. 


આ પણ વાંચોઃ 2024માં ત્રણવાર પોતાની ચાલ બદલશે શનિદેવ, આ જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય ચમકી જશે


સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે શુક્ર, બુધ અને મંગળની યુતિ લાભકારી રહી શકે છે. પાર્ટનર સાથે ચાલી રહેલી સમસ્યાઓ સમાપ્ત થશે. સિંગલ વ્યક્તિના જીવનમાં કોઈ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. સ્વાસ્થ્યના મામલામાં લકી રહેશો. ભાગ્યનો સાથ મળશે અને ધનલાભ થશે. તમારા કામની પ્રશંસા પણ થશે. 


(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube