Astro Tips: મીઠાના પાણીના પોતા કરવા ઉપરાંત મીઠાના આ પ્રયોગ પણ છે ચમત્કારી, ઘરમાં વધશે સુખ સમૃદ્ધિ
Astro Tips: જ્યોતિષશાસ્ત્રમાં પણ મીઠાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. મીઠાને શુક્ર અને ચંદ્ર સાથે જોડીને જોવામાં આવે છે. આ સિવાય જ્યોતિષશાસ્ત્રમાં મીઠાના કેટલાક ચમત્કારી પ્રયોગો વિશે પણ જણાવાયું છે.
Astro Tips: દરેક ઘરના રસોડામાં મીઠું હોય જ છે. કોઈપણ વાનગીનો સ્વાદ મીઠાથી જ વધે છે. મીઠા વિના ભોજનની કલ્પના કરી શકાતી નથી. મીઠાના પ્રકારોમાં સિંધવ મીઠું, રોક સોલ્ટ, બ્લેક સોલ્ટ, સમુદ્રી નમક વગેરેનો સમાવેશ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ મીઠાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. મીઠાને શુક્ર અને ચંદ્ર સાથે જોડીને જોવામાં આવે છે. આ સિવાય જ્યોતિષશાસ્ત્રમાં મીઠાના કેટલાક ચમત્કારી પ્રયોગો વિશે પણ જણાવાયું છે.
આ પણ વાંચો: Vastu Tips: રસોડાના આ 4 મસાલા ઘરમાં વધારશે બરકત, એકવાર અજમાવી જુઓ આ એકદમ સરળ ઉપાય
મીઠાના ચમત્કારી ઉપાય
- કુંડળીમાં જો ચંદ્ર નબળો હોય તો તે વ્યક્તિએ સમુદ્રી નમકનો ઉપયોગ ન કરવો. આવા વ્યક્તિએ સિંધવ મીઠું વાપરવું જોઈએ.
- જો કુંડળીમાં મંગળ ગ્રહ નબળો હોય તો સમુદ્રી મીઠાનો ઉપયોગ કરવો લાભકારી સાબિત થાય છે.
- ઘરમાં સુખ સમૃદ્ધિ વધે તે માટે એક વાસણમાં મીઠું ભરી તેમાં લવિંગ ઉમેરી રાખી દેવા જોઈએ.
- ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવી હોય તો મીઠાના પાણીના પોતા કરવાથી લાભ થાય છે. તેનાથી ઘરમાં ધન વધે છે.
આ પણ વાંચો: વર્ષ 2024 માં માર્ગી ગુરુ 5 રાશિને કરાવશે જોરદાર ફાયદા, 4 મહિનામાં મળશે અપાર ધન
- જો કોઈ વ્યક્તિનું મન સતત અશાંત રહેતું હોય તો તેને સ્નાન કરવાના પાણીમાં મીઠું ઉમેરવું જોઈએ. સાથે જ તે વ્યક્તિના રૂમના એક ખૂણામાં મીઠું રાખી દેવાથી પણ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.
- જો નજર દોષની સમસ્યા હોય તો તે વ્યક્તિના માથા પરથી મીઠું ઉતારી પાણીમાં વહાવી દેવું.
- જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો તેના માથા પાસે કાચના વાસણમાં મીઠું ભરીને રાખી દેવું. દર સપ્તાહે આ મીઠું બદલી દેવું.
- જો શુક્ર ગ્રહ સંબંધિત સમસ્યા હોય તો મીઠાનું દાન કરવું. જરૂરિયાતમંદ વ્યક્તિને મીઠાનું દાન કરવાથી લાભ થાય છે.
આ પણ વાંચો: વર્ષ 2024 નું પ્રથમ સપ્તાહ કઈ રાશિઓ છે માટે શુભ જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ
ઘરમાં આ રીતે રાખો મીઠું
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠું હંમેશા કાચના પાત્રમાં જ રાખવું જોઈએ. આ સિવાય મીઠાની બરબાદી બિલકુલ ન કરવી. ખાસ કરીને તેને જમીન પર તો ક્યારેય ઢોળાવા ન દેવું. જો તમે મીઠું કોઈને આપો છો તો ડાયરેક્ટ તેના હાથમાં ન આપો. મીઠું એકબીજાને હાથમાં આપવાથી સંબંધો બગડે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)