Kali Mirch Ke Upay: દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સમસ્યા રહેતી હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે આ સમસ્યાઓનો ઝડપથી અંત લાવે. જીવનમાં જોવા મળતી સમસ્યાઓમાં સામાન્ય રીતે આર્થિક તંગી, નોકરી અને વેપારમાં સમસ્યા, અંગત જીવનમાં તકલીફોનો સમાવેશ થાય છે. આ પ્રકારની તકલીફોને દૂર કરવામાં રસોડામાં રહેલા કાળા મરી મદદ કરી શકે છે. આજે તમને કાળા મરીના કેટલાક સરળ અને અસરકારક ઉપાયો વિશે જણાવીએ જે તમારી આ પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળા મરીના ઉપાય 


આ પણ વાંચો: 4 રાશિઓ પર ગુરુ ગ્રહ રહેશે મહેરબાન, 2025 માં વરસશે ધન, સંપત્તિમાં થશે વધારો


1. જો તમારા જીવનમાં ધનની તંગી રહે છે તો કાળા મરીના પાંચ દાણા લઈને તેને પોતાના ઉપરથી સાત વખત ફેરવો અને પછી સુમસાન જગ્યા પર આવેલા ચાર રસ્તામાં તેને ફેંકી દો. ચાર દાણાને ચાર દિશામાં અને પાંચમો દાણો આકાશમાં ઉછાળી દો. ત્યાર પછી ઘરે આવો અને પાછળ ફરીને ન જુઓ. 


2. ઘરમાં સુખ શાંતિ રહે તે માટે કાળા મરીના આઠ દાણા લઈને ઘરના કોઈ ખૂણામાં રાખી તેને સળગાવી દો. આમ કરવાથી ઘરને લાગેલી નજર દૂર થઈ જશે. 


આ પણ વાંચો: Signs of Spirits: મૃત આત્માની હાજરી આસપાસ હોય ત્યારે મળે છે આ સંકેત


3. શનિદોષના નિવારણ માટે સાત કાળા મરીના દાણા અને કેટલાક સિક્કા લઇ કાળા કપડામાં બાંધો. આ કપડાને શનિ મંદિરમાં મૂકી આવો. આમ કરવાથી શનિદોષ ઘટી જાય છે. 


4. જો કોઈ રોગથી પરેશાન હોય તો શિવલિંગ પર કાળા મરી ચડાવો. આ ઉપાય મહાશિવરાત્રી કે માસિક શિવરાત્રી પર કરવાથી લાભ થાય છે. 


5. નોકરીમાં સમસ્યાઓ આવતી હોય તો પોતાના ઓશિકા નીચે કાળા મરીના દાણા રાખો. તેનાથી કરિયરમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. 


આ પણ વાંચો: ધનના દાતા શુક્ર કરશે પાપી ગ્રહના નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિને થશે અણધાર્યો ધનલાભ


6. સુખ-સમૃદ્ધિ માટે કાળા મરીને કપૂર સાથે રાખીને સળગાવો. આમ કરવાથી ઘરની ઉન્નતી થશે. 


7. જો કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો સાત મરીના દાણા લઈને પ્રભાવિત વ્યક્તિ પરથી સાત વખત ઉતારો અને તેને સળગાવી દો. 


8. ઘરની તિજોરીમાં ધન સતત વધતું રહે તે માટે એક પોટલી બનાવો. જેમાં મરીના સાત દાણા અને એક રૂપિયાનો સિક્કો રાખો. આ વસ્તુ નથી તિજોરીમાં રાખવાથી તિજોરી હંમેશા ભરેલી રહેશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)