મંગળ-ચંદ્ર મળીને બનાવશે મહાલક્ષ્મી રાજયોગ, સાતમા આસમાને હશે આ 3 રાશિના કિસ્મતના તારા!
Chandrama in Kark Rashi: શાંતિ-સ્થિરતા અને આધ્યત્મિકના કારક ચંદ્રમા બુધવાર એટલે કે 20 નવેમ્બરે કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જ્યાં તેમની મંગળ ગ્રહ સાથે જોડી બનશે, જેનાથી મહાલક્ષ્મી યોગ બનશે.
Mahalakshmi Yog in Kark Rashi: વૈદિક શાસ્ત્રમાં ચંદ્રમાને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવ્યો છે. તે એકમાત્ર એવો ગ્રહ છે, જે સૌથી ઝડપી ગતિથી ચાલે છે. તે લગભગ અઢી દિવસમાં રાશિ બદલી નાખે છે. આ ગોચરના કારણે ચંદ્રમાને જલ્દી જલ્દી બીજા ગ્રહોની સાથે યુતિ બનાવવી પડે છે. આ યુતિના કારણે ઘણી વખત શુભ તો ઘણી વખત અશુભ યોગોનું નિર્માણ થાય છે. આ નવેમ્બર મહીનાની વાત કરીએ તો ચંદ્રમ કાલે એટલે કે 20 નવેમ્બરે કર્ક કાશિમાં ગોચર કરનાર છે. આ રાશિમાં પહેલાથી જ મંગળ ગ્રહ પોતાની ચોકી લગાવીને બેઠો છે. એવામાં બન્ને યુતિ હોવાથી મહાલક્ષ્મી નામનો રાજયોગનું નિર્માણ થશે, જેનાથી અમુક રાશિઓને જબરદસ્ત લાભ થવાનો યોગ છે.
ટ્રિક પંચાંગનું માનીએ તો ચંદ્રમા 20 નવેમ્બરે સવારે 8.46 વાગે કર્ક રાશિમાં પ્રવેશ કરી લેશે. તે 22 નવેમ્બર સુધી આ રાશિમાં રહેશે. ત્યાં સુધી તેમના અને મંગળ ગ્રહની યુતિથી મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. જેનાથી જાતકોના માન સમ્માનમાં વૃદ્ધિ અને બિઝનેસમાં સફળતા મળવાનો યોગ બની રહ્યો છે.
કન્યા રાશિ
આ રાશિના લોકો પોતાની મહેનતથી જીવનના દરેક ક્ષેત્રનમાં આગળ વધશે. તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે અને ઘરમાં પૈસાની આવક વધશે. વ્યાપારમાં તમે સારો નફો કમાઈ શકો છો. તમે જે લક્ષ્યાંક નક્કી કરી રાખ્યો છે, તેણે મેળવવામાં તમે સફળ રહેશો.
કર્ક રાશિ
આ રાશિના લોકોને નોકરીના નવા અવસર મળી શકે છે. હાલના કાર્યસ્થળ પર મોટી જવાબદારી મળવાના યોગ બની રહ્યા છે. શેર માર્કેટમાં અચાનક મોટો લાભ થઈ શકે છે. તમને બિઝનેસમાં ઘણા મોટા સોદા મળી શકે છે.
વૃષભ રાશિ
તમારી આવકના ઘણા નવા સ્ત્રોત ખૂલશે. તમારે કામના સિલસિલામાં બહારના શહેરોની યાત્રા કરવી પડી શકે છે, જેનાથી તમને ફાયદો થશે. તમારા ઘરમાં નવી સંપત્તિ અથવા તો વાહનનું આગમન થઈ શકે છે. તમે ભવિષ્ય માટે ઘણી આર્થિક યોજનાઓ બનાવી શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)