આજે ચંદ્રદેવ પોતાની ચાલમાં ફેરફાર કરશે. અન્ય ગ્રહોની સરખામણીમાં ચંદ્ર દેવ ખુબ જ ઝડપથી એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આજે એટલે કે 9 જાન્યુઆરીના રોજ 9:11 પીએમ પર ચંદ્રમા ધનુ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ સૂર્ય દેવ અને ગ્રહોના સેનાપતિ મંગળ બિરાજમાન છે. ધનુમાં ચંદ્રમાના ગોચર કરતા જ ત્રિગ્રહી યોગ બનશે. ચંદ્રમાના આ ગોચરથી બનેલા ત્રિગ્રહી યોગ કઈ રાશિના જાતકોને ફાયદો કરાવશે તે ખાસ જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે ચંદ્રમાનું આ ગોચર ખુબ જ લાભકારી માનવામાં આવી રહ્યું છે. દિવસભર પોઝિટિવ મહેસૂસ કરશો. અટકેલા કામો ફટાફટ થવા લાગશે. નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. કામ મામલે મુસાફરી કરવી પડી શકે છે. તમારા સ્વાસ્થ્ય પર ભાર આપો. 


કુંભ રાશિ
ચંદ્રમાના રાશિ પરિવર્તનથી કુંભ રાશિના જાતકોને સારું ફળ મળી શકે છે. ધર્મ કર્મમાં મન ડૂબેલું રહેશે. પોઝિટિવ એનર્જીથી ભરપૂર રહેશો. તમારી આ એનર્જીનો ઉપયોગ સારી રીતે કરો. કરિયર મામલે પ્રોડક્ટિવ રહેશો. પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે સારું બેલેન્સ મેન્ટેઈન કરો. 


મીન રાશિ
ચંદ્ર દેવના ધનુ રાશિમાં પ્રવેશ કરવાથી મીન રાશિના લોકોને શુભ ફળ મળી શકે છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. જીવનસાથી સાથે ચાલી રહેલા અણબનાવ ધીરેધીરે દૂર થવા લાગશે. ધન લાભના યોગ છે. પરંતુ ખર્ચાના યોગ છે. સંતાન પક્ષ સંલગ્ન કોઈ સારા સમાચાર મળી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube