Morpankh Totke: શ્રીકૃષ્ણનું પ્રિય મોરપંખ જેટલું દેખાવમાં સુંદર છે તેનાથી અનેકગણું આ પ્રભાવશાળી પણ છે. તેના વિના શ્રીકૃષ્ણજીની પૂજા અધૂરી રહી જાય છે. આમ તો મોરપિંછ ઘરમાં રાખવાથી ખરાબ શક્તિઓનો નાશ પણ થાય છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર શ્રીકૃષ્ણની પ્રિય વસ્તુ મોરપંખના ઉપાય કરવાથી મોટી મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકાય છે. આવો જાણીએ મોરપિંછ સાથે જોડાયેલા ટોટકા... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુશ્મન પર જીત
કોઇ વિશેષ વ્યક્તિથી પરેશાન છો તો મંગળવારે અથવા શનિવારે મોરપિંછ પર હનુમાનજીના મસ્તકનું સિંદૂરથી તેમનું નાખ લખ્યો. આખી રાત તેને પૂજા સ્થાન પર રાખો અને પછી સવારે વહેતા પાણીમાં પ્રવાહિત કરી દે. ધ્યાન રાખો કે આ પ્રક્રિયા ગુપ્ત રીતે કરો. આ ઉપાયથી દુશ્મન પણ દોસ્ત બની જાય છે. 


ધન લાભ
ધન લાભ માટે એક મોરપંખનો ટોટકો ખૂબ જ અસરદાર છે. તેના માટે એક મોરપંખને રાઘાકૃષ્ણ મંદિરમાં સ્થાપિત કરો. દરરોજ તેની પૂજા કરો અને પછી 40 દિવસ બાદ તેને પોતાની તિજોરી અથવા ધનના સ્થાન પર મુકી દો. આમ કરવાથી ધનમાં વધારા સાથે લાંબા સમય અટકાયેલા કામ પૂર્ણ થશે. 


આ પણ વાંચોઃ Diwali પહેલા ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, ગ્રહોના શુભ સંયોગથી મળશે શુભ સમાચાર


કાલસર્પ દોષ
પૌરાણિક માન્યતાઓના અનુસાર શ્રીકૃષ્ણએ પણ કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે મોરપંખ મુકુટમાં ધારણ કર્યું હતું. મોરની સર્પ સાથે શત્રુતા છે એટલા માટે કાલસર્પ દોષથી ગ્રસિત લોકોને 7 મોર પંખ ઓશિકાના કવરમાં નાખીને તેના પર સુઇ જાવ. આ ટોટકો કાલસર્પ દોષ દૂર કરવામાં કારગર છે.


ગ્રહ શાંતિ
ગ્રહોના દુષ્પ્રભાવને ઓછો કરવા માટે જે ગ્રહની પીડા મળી રહી છે તેનો 21 વખત મંત્ર બોલીને મોરપંખ પર પાણી છાંટો. ત્યારબાદ પૂજા સ્થળ પર રાખી દો થોડા દિવસોમાં ચમત્કારી પરિણામ જોવા મળશે. 


નજરદોષ
નવજાત બાળકોને નજર ખૂબ લાગે છે એવામાં ખરાબ નજરથી બાળકોને બચાવવા માટે મોરપંખને ચાંદીના તાજીવમાં નાખીને તેની બાજુ પર મુકી દો. તેનાથી ડર પણ દૂર થઇ જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube