કોઈના અંતિમ સંસ્કાર બાદ ભૂલેચૂકે પાછળ ફરીને ન જોવું જોઈએ, નહીં તો તબાહી આવશે, જાણો કારણ
Why Should not Look Back After Someone Funeral: સનાતન ધર્મમાં 16 સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી એક અંતિમ સંસ્કાર પણ છે. તેને અંત્યેષ્ટિ સંસ્કાર કે પછી દાહ સંસ્કાર પણ કહે છે. એટલે કે ત્યારબાદ તમામ સંસ્કારોનો અંત થઈ જાય છે અને આત્મા પરમાત્મામાં વિલિન થઈ જાય છે.
Why Should not Look Back After Someone Funeral: સનાતન ધર્મમાં 16 સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી એક અંતિમ સંસ્કાર પણ છે. તેને અંત્યેષ્ટિ સંસ્કાર કે પછી દાહ સંસ્કાર પણ કહે છે. એટલે કે ત્યારબાદ તમામ સંસ્કારોનો અંત થઈ જાય છે અને આત્મા પરમાત્મામાં વિલિન થઈ જાય છે. જ્યારે પણ કોઈના અંતિમ સંસ્કાર થાય છે ત્યારે મોટાભાગના લોકો સફેદ કપડાં પહેરે છે. આવું શાં માટે કરે છે, શું તેની પાછળ કોઈ ધાર્મિક આસ્થા કે કોઈ વૈજ્ઞાનિક કારણ પણ છે. આજે અમે તમને આ રહસ્યથી અવગત કરાવીશું.
કોઈના મૃત્યુ પર સફેદ કપડાં કેમ પહેરાય છે?
કોઈના દાહ સંસ્કારમાં સફેદ કપડાં પહેરવા પાછળ એક ખાસ કારણ છે. અસલમાં સફેદ રંગ સાત્વિકતાનું પ્રતિક મનાય છે. તે શાંતિ અને સ્વચ્છતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ રંગ નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે અને સકારાત્મક ઉર્જાને બળવાન બનાવે છે. જ્યારે લોકો કોઈના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે સ્મશાન ઘાટ જાય છે ત્યારે તેઓ ત્યાં સફેદ કપડાં એટલા માટે ધારણ કરે છે જેથી કરીને ત્યાં હાજર નકારાત્મક શક્તિઓથી દૂર રહી શકાય.
અંતિમ સંસ્કાર બાદ ભૂલેચૂકે વળીને ન જોવું
ગરુડ પુરાણમાં અંતિમ સંસ્કાર અને મૃત્યુ પછી આત્માના પરલોકગમન અંગે વિસ્તૃત વર્ણન છે. આ પુરાણ મુજબ કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કારમાંથી પાછા ફરતી વખતે ભૂલેચૂકે વળીને જોવું જોઈએ નહીં. આમ કરવાથી મૃતક વ્યક્તિનો આત્મા જોનારાના સ્નેહમાં પડી જાય છે. તેને લાગે છે કે તેની વિદાયના કારણે ફક્ત આ વ્યક્તિ જ દુ:ખી થઈ રહ્યો છે. આવામાં તે આત્માને શાંતિ મળી શકતી નથી અને મોહના કારણે તે આત્મા ઘરે આવવાની ઈચ્છા ધરાવવા લાગે છે.
સ્મશાનથી પરત ફરીને તરત કરો આ કામ
ધાર્મિક વિદ્વાનો મુજબ કોઈ વ્યક્તિના મૃત્યુ સંસ્કારમાંથી પાછા ફર્યા બાદ સૌથી પહેલા સ્નાન કરવું જોઈએ. આ સાથે જ પહેરેલા કપડાં તરત ધોવા જોઈએ. ત્યારપછી સમગ્ર ઘરમાં ગંગાજળ છાંટવું જોઈએ. આ બધુ કરવા પાછળનું કારણ એ છે કે સ્મશાન ઘાટમાં અનેક પ્રકારની નકારાત્મક ઉર્જાઓનો વાસ હોય છે. તેઓ તમારા કપડાં દ્વારા ઘરમાં પ્રવેશ કરી શકે છે. આથી સ્નાન અને ગંગાજળ છાંટવાથી તેમાંથી મુક્તિ મેળવી શકાય છે.
આમ કરવાથી આત્મા થાય છે પ્રસન્ન
ગરુડ પુરાણ મુજબ જે ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય ત્યાં વ્યક્તિના આત્માની શાંતા માટે સતત 12 દિવસ સુધી દીવો પ્રગટાવવો જોઈએ. આ સાથે જ પિતૃ પક્ષમાં પિંડદાન કરવું જોઈએ. આવું કરવાથી આત્મા પ્રસન્ન થાય છે અને તેને શાંતિ મળે છે. ત્યારબાદ તે પોતાની આગળની સફર માટે વૈકુંઠધામ તરફ પ્રસ્તાન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube