દેશનું એવુ અનોખું મંદિર જ્યાં ભગવાનને ચોકલેટનો ભોગ ધરાવાય છે
kerala tourism : દેશમાં આવેલા અનોખા મંદિરમાં એક છે કેરળના એલપ્પીમાં આવેલું બાલસુબ્રમણ્યમ મંદિર... જ્યા મુરુગન ભગવાનને પ્રસાદમાં ચોકલેટ ધરાવાય છે
Chocolate ka Bhog : ભારતએ મંદિરોનો દેશ છે. અહીં દરેક ગલીના નાકે લોકો શ્રદ્ધાથી મંદિર બનાવે છે. પરંતુ આ વચ્ચે કેટલાક એવા મંદિરો પણ છે જે અનોખા છે. કોઈની પૂજા કરવાની રીત અલગ છે, તો કોઈની પ્રસાદની રીત. દરેક મંદિરમાં થાળીમાં પ્રસાદ ધરાવાય છે. આપણે ત્યાં શાસ્ત્રોમાં ભગવાનને પસંદગીનો ભોગ ધરાવવામાં આવે છે. ગણેશજીને લાડુ, હનુમાનજીને બુંદી, મહાદેવને દૂધથી બનેલી મીઠાઈ, લક્ષ્મી માતાને ખીરનો પ્રસાદ ચઢાવાય છે. કહેવાય છે કે, મનગમતો પ્રસાદ ખવડાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તોને આર્શીવાદ આપે છે. ત્યારે દેશમાં એક એવુ મંદિર પણ છે, જ્યાં ભગવાનને ભોગમાં મીઠાઈ નહિ, પરંતુ ચોકલેટ ધરાવાય છે.
આ મંદિરમાં ચઢે છે ચોકલેટનો પ્રસાદ
કેરળના એલપ્પીમાં એક એવુ મંદિર છે, જ્યાં ભગવાનને ચોકલેટનો પ્રસાદ ધરાવવામાં આવે છે. સુંદરતામાં એલપ્પીને ભારતનું વેનિસ કહેવાય છે. અહી એવેલ થેક્કન પલાની બાલસુબ્રમણ્યમ મંદિર એક અનોખું મંદિર છે, જેમાં પ્રસાદ તરીકે ચોકલેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન મુરુગન સ્થાપિત કરાયા છે. તેમના દર્શન માટે અહી લાખો ભક્તોની ભીડ ઉમટે છે. ભગવાન મરુગનને અહી ચોકલેટનો ભોગ ચઢાવવામાં આવે છે. જેના બાદ ભક્તોને આ પ્રસાદ વહેંચવામાં આવે છે.
વિલન વરસાદ વચ્ચે રિયલ હીરો બન્યા આ સુરતી સોસાયટીવાળા, 13 દીકરીઓ માટે પિયરીયા બન્યા
કેવી રીતે શરૂ થઈ ચોકલેટની પરંપરા
થેક્કન પલાની બાલસુબ્રમણ્યમ મંદિરમાં ભગવાન મુરુગનની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયને કેરળમાં મુરુગનના નામથી ઓળખવામાં આવે છે. થેક્કન પલાની બાલસુબ્રમણ્યમ મંદિરમાં કાર્તિકેયના બાળ સ્વરૂપમાં પૂજન કરવામાં આવે છે. બાળસ્વરૂપ હોવાને કારણે જ શરૂઆતમાં બાળકો મંદિરમાં ચોકલેટ ચઢાવતા હતા. પરંતુ ધીરે ધીરે મોટેરાઓએ પણ ભગવાન મુરુગનને ચોકલેટનો પ્રસાદ ચઢાવવાની શરૂઆત કરી. આમ આજે આ મંદિરમાં લોખોની સંખ્યામાઁ ભીડ ઉમટે છે, અને ભગવાનને આસ્થા સાથે ચોકલેટ ચઢાવવામાં આવે છે.
માનવામાં ન આવે તેવી ઘટના : કુદરતની કરામત કે વાતાવરણમાં પલટો, ભરશિયાળે આવી કેસર કેરી