Ramayana: ખુબ શક્તિશાળી હોવા છતાં માતા સીતાના હાથમાં ઘાસનું તણખલું જોઈને કેમ ડરી જતો હતો રાવણ? ખાસ જાણો
માતા સીતા એ પતિવ્રતા પત્ની હતા અને તેમની આ ભાવના તમને એક શક્તિશાળી સ્ત્રી તરીકે રજૂ કરતા હતા. આ જ કારણ હતું કે રાવણે ક્યારેય તેમને સ્પર્શ કરવાનું દુ:સાહસ કર્યું નથી. પરંતુ આમ છતાં એક ઘાસના તણખલાએ પણ રાવણને એ હદે ડરાવીને રાખ્યો હતો કે વાત ન પૂછો....જાણો શું છે તેનું રહસ્ય.
પૌરાણિક કથાઓ મુજબ જ્યારે સીતામાતા રાવણની કેદમાં હતા ત્યારે રાવણ તેમની પાસે તેમને પત્ની બનાવવા માટે મનાવવાના હેતુથી આવતો હતો. જેવો રાવણ આવે કે માતા સીતા એક ઘાસનું તણખલું ઉઠાવીને હાથમાં લઈ લેતા હતા. આ ઘાસના તણખલાથી રાવણ ડરી જતો હતો. આખરે એક નાનકડું ઘાસનું તણખલું રાવણને ડરાવવામાં આટલું સક્ષમ કેમ હતું? આ માટે બે લોકવાયિકા પ્રચલિત છે...
કેમ ડરતો હતો રાવણ?
પહેલી પૌરાણિક કથા મુજબ રાવણ જ્યારે ભગવાન રામનો વેશ ધારણ કરીને દેવી સીતાને છલવાની કોશિશ કરતો અને તેમને લલચાવવાની કોશિશ કરતો ત્યારે આટલું કપટ કરવા છતાં માતા સીતાને તે સ્પર્શી શકતો નહતો. એવું કહે છે કે જ્યારે પણ રાવણ માતા સીતાની પાસે આવે કે માતા સીતા તરત પોતાના હાથમાં ઘાસનું તણખલું લઈ લેતા હતા. આ જોઈને રાવણ ડરીને તેમનાથી દૂર થઈ જતો હતો. વાત જાણે એમ છે કે રાવણે ભૂતકાળમાં એક પતિવ્રતા તપસ્વીની સ્ત્રી સાથે એક ઘાસની બનેલી ઝૂંપડીમાં જઈને દૂરાચાર કર્યો હતો. તે સ્ત્રીએ પછી રાવણને શ્રાપ આપ્યો હતો કે તે કોઈ પણ સ્ત્રીને તેની મરજી વગર સ્પર્શી શકશે નહીં. જો તેણે જબરદસ્તી કરી તો તે ભસ્મ થઈ જશે. આ જ કારણ છે કે માતા સીતાના હાથમાં ઘાસનું તણખલું જોઈને તે ભયભીત થઈ જતો હતો અને તેમની નજીક જતો નહતો.
અન્ય એક પૌરાણિક કથા મુજબ એકવાર રાજા દશરથ અને અન્ય લોકોને માતા વિવાહ બાદ પહેલીવાર મિષઠાન ખવડાવી રહ્યા હતા. તે વખતે અચાનક એક તણખલું રાજા દશરથની થાળીમાં આવીને પડ્યું. પોતાના પિતાની થાળીમાં આ તણખલું જોઈને માતા સીતા ક્રોધિત થઈ ગયા હતા અને તેમણે તણખલાં સામે એવું તે ઘૂરી ઘૂરીને જોયું કે તે બળીને રાખ થઈ ગયું. માતા સીતાને આમ કરતા દશરથ રાજા જોઈ ગયા અને ભોજન બાદ તેમણે માતા સીતાને પોતાના કક્ષમાં બોલાવ્યા અને કહ્યું કે તેમનો આ ક્રોધ પ્રચંડ થઈને કેટલાને નુકસાન પહોંચાડી શકે છે. આ ઘટના બાદ રાજા દશરથે માતા સીતાને કોઈ શત્રુને પણ ભૂલેચૂકે ક્રોધની દ્રષ્ટિથી ન જોવાનું વચન લીધુ હતું. રાજા દશરથના આ વચનના કારણે જ માતા સીતા પોતાને નિયંત્રણમા રાખવા માટે ઘાસના તણખલાને જોતા હતા, રાવણને નહીં. જો તેઓ રાવણને જોવત તો તે ત્યાં જ બળીને ભસ્મ થઈ જાત અને રાવણ પણ માતા સીતાના આ ક્રોધને મહેસૂસ કરી શકતો હતો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube