પ્રેમમાં સૌથી સારું હોય છે આ લોકોનું નસીબ! લાઈફ પાર્ટનરના લીધે વધે છે સમાજમાં પ્રભાવ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિની જન્મતિથિ, જન્મ સમય અને સ્થાનના આધારે તેની રાશિ નક્કી થાય છે. અને તેના આધારે જ નામ રાખવામાં આવે છે. જો નામ રાશિ આધારે રાખવામાં આવ્યું છે તો વ્યક્તિને સમજવું સરળ થઈ જાય છે. નામના પહેલાં અક્ષરમાં ખુબ જ ઉર્જા હોય છે. અને તેમાં જ તેના ગુણો જોડાયેલા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અ અથવા બથી શરૂ થતાં લોકો પર કર્ક રાશિ અને ચંદ્રમાનો પ્રભાવ હોય છે. ત્યારે આજે જાણીશું કે તેમનો સ્વભાવ કેવો હોય છે.
નવી દિલ્હીઃ શાસ્ત્રોમાં કહેવાયું છે કે, વ્યક્તિના નામનો પ્રભાવ તેના જીવન અને સ્વભાવ પર પડે છે. એટલા માટે નામ ખુબ જ સમજી વિચારીને રાખવું જોઈએ. દરેક વ્યક્તિનું નામ તેના માટે ખુબ જ ખાસ હોય છે. નામથી જ કોઈની પણ ઓળખાણ થઈ શકે છે. એટલું જ નહીં પણ 16 સંસ્કારમાંથી એક સંસ્કાર નામકરણ સંસ્કાર હોય છે. નામ શાસ્ત્ર અનુસાર કોઈપણ વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેના સ્વભાવ અને ભવિષ્ય વિશે ઘણું બધું જણાવી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિની જન્મતિથિ, જન્મ સમય અને સ્થાનના આધારે તેની રાશિ નક્કી થાય છે. અને તેના આધારે જ નામ રાખવામાં આવે છે. જો નામ રાશિ આધારે રાખવામાં આવ્યું છે તો વ્યક્તિને સમજવું સરળ થઈ જાય છે. નામના પહેલાં અક્ષરમાં ખુબ જ ઉર્જા હોય છે. અને તેમાં જ તેના ગુણો જોડાયેલા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અ અથવા બથી શરૂ થતાં લોકો પર કર્ક રાશિ અને ચંદ્રમાનો પ્રભાવ હોય છે. ત્યારે આજે જાણીશું કે તેમનો સ્વભાવ કેવો હોય છે.
કોઈથી નથી ડરતાં B નામના લોકોઃ
નામ શાસ્ત્ર અનુસાર બી નામના લોકો કોઈનાથી નથી ડરતા. આ લોકો નિડર હોય છે અને કોઈની સામે સરળતાથી ઝુકી જવું તેમને પસંદ નથી હોતું. આ લોકો ખુબ જ સંવેદનશીલ હોય છે. આ લોકો કેયરિંગ અને બીજનું ધ્યાન રાખનારા હોય છે. તેઓ બીજાની ફીલિંગ અને તેમની ખુબ સંભાળ રાખે છે. નામ શાસ્ત્ર અનુસાર આ લોકો સ્વભાવથી રોમેન્ટિંક હોય છે. લવ લાઈફ બાબતે ખુબ જ લકી હોય છે. આ અક્ષરથી શરૂ થતાં લોકો મોટા ભાગે લવ મેરેજ કરે છે. એટલું જ નહીં પણ આ લોકો આર્થિક રૂપથી પણ ખુબ જ મજબૂત હોય છે. સામાજિક કાર્યોમાં પણ તેમની રૂચિ હોય છે. સુંદર દેખાવું અને સુંદર લોકો તેમને ખુબ જ પસંદ હોય છે. આ લોકો ખુબ જ હિંમતવાળા અને મહેનતી હોય છે.
નાની નાની વાતથી થઈ જાય છે નારાજઃ
આ અક્ષરના નામવાળા લોકો પર અન્ય લોકોની વાતોનો પ્રભાવ જલદી જોવા મળે છે. તેઓ નાની નાની વાતો પર જલદી ખોટું લગાવી દે છે. આ સાથે સારી વાત એ છે કે, તેઓ સરળતાથી માની પણ જાય છે. આ લોકોનું દિલ હોય છે એટલે તેઓ લોકોને જલદી માફ કરી દે છે. નામ શાસ્ત્ર અનુસાર આ લોકો મૂડી સ્વભાવના હોય છે. આ લોકોને વધારે મિત્રો નથી હોતા પણ જેટલા હોય છે તેમની સાથે પાક્કી મિત્રતા હોય છે.
(નોંધઃ અહીં આપેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે, ZEE 24 કલાક આની પુષ્ટિ નથી કરતું)