બળવાન રાહુ-મંગળે બનાવ્યો અત્યંત ખતરનાક યોગ, આ 5 રાશિવાળા પર તૂટશે દુ:ખોના પહાડ, દીવાળી બગડશે!
મંગળ ગ્રહ એક નિશ્ચિતસમય બાદ રાશિ પરિવર્તન કરે છે. 20 ઓક્ટોબર 2024ના રોજથી મંગળ કર્ક રાશિમાં ગોચર કરે છે. કર્ક રાશિ મંગળની નીચની રાશિ છે. જેમાં ગોચર કરવાથી તેનો પ્રભાવ ઘટી ગયો છે. જ્યારે તેનો એક વિશેષ સંયોગ છાયા ગ્રહ રાહુ સાથે બન્યો છે. જે તેને દૂષિત કરીને તેની અશુભતા વધારે છે.
મંગળ ગ્રહ એક નિશ્ચિતસમય બાદ રાશિ પરિવર્તન કરે છે. 20 ઓક્ટોબર 2024ના રોજથી મંગળ કર્ક રાશિમાં ગોચર કરે છે. કર્ક રાશિ મંગળની નીચની રાશિ છે. જેમાં ગોચર કરવાથી તેનો પ્રભાવ ઘટી ગયો છે. જ્યારે તેનો એક વિશેષ સંયોગ છાયા ગ્રહ રાહુ સાથે બન્યો છે. જે તેને દૂષિત કરીને તેની અશુભતા વધારે છે. અત્રે જણાવવાનું કે જ્યારે કોઈ ગ્રહ નબળો બને ત્યારે તે બીજા ગ્રહોના પાવરથી પ્રભાવિત થાય છે. રાહુ એક પાપી ગ્રહ છે જે મંગળ પર પોતાની દ્રષ્ટિ નાખીને તેની ક્રુરતા વધારી શકે છે.
વૈદિક જ્યોતિષ ગણતરી મુજબ મંગળ ગ્રહના કર્ક રાશિમાં જતા જ તેનું મીન રાશિમાં બેઠેલા રાહુની સાથે નવપંચમ યોગનું નિર્માણ કરે છે. આ યોગમાં તેઓ બંને એકબીજાના પાંચમા અને નવમાં ભાવમાં હોવાથી કેટલીક રાશિના જાતકો પર તેની ખાસ કરીને નકારાત્મક અસર પાડવામાં સક્ષમ છે. આ સાથે જ રાહુ હાલ ખુબ બળવાન છે જેના કારણે મંગળ વધુ પીડાઈ શકે છે. રાહુ અને મંગળના આ નવપંચમ યોગથી કઈ રાશિના જાતકો પર આફતના પહાડ તૂટી શકે છે તે ખાસ જાણો.
વૃષભ રાશિ
રાહુ-મંગળના નવપંચમ યોગની અસર નકારાત્મક રહી શકે છે. તમારું ધૈર્ય ઘટી શકે છે. ચિડિયાપણું વધી શકે છે. આવકના સ્ત્રોતોમાં ઘટાડો થઈ શકે છે. આર્થિક નુકસાન થઈ શકે છે. સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે. કાર્યસ્થળે તણાવ વધી શકે છે. વેપારમાં નુકસાન થઈ શકે છે. ગ્રાહકો સાથે વિવાદ થઈ શકે છે. ધંધા અર્થે મુસાફરી કરો તો પરેશાનીઓ વધી શકે છે. ધનહાનિના યોગ છે. બનતા કામ બગડી શકે છે. લવલાઈફ પર નેગેટિવ અસર પડશે. દગો મળવાનો ડર રહેશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોના જીવનમાં રાહુ અને મંગળનો નવપંચમ યોગ મુશ્કેલીઓ વધારી શકે છે. ચિંતા અને તણાવ વધી શકે છે. નિર્ણય લેવામાં મુશ્કેલીઓ થઈશકે છે. વેપારમાં નુકસાન થઈ શકે છે. રોકાણથી લાભ નહીં થાય. પદોન્નતિના ચાન્સ ઘટી શકે છે. નોકરી બદલવાની સ્થિતિ આવી શકે છે. બિઝનેસ પાર્ટનરશીપમાં સમસ્યાઓ આવી શકે છે. સ્પર્ધા મજબૂત થઈ શકે છે. સરકારી બાધાઓ આવવાના યોગ છે. મુસાફરીથી લાભ નહીં થાય.
વૃશ્ચિક રાશિ
રાહુ મંગળના નવપંચમ યોગની અસરથી વૃશ્ચિક રાશિવાળા જાતકો ખુબ પરેશાન થઈ શકે છે. ક્રોધ અને આક્રમકતા વધી શકે છે. શંકાની ભાવના પ્રબળ થઈ શકે છે. અચાનક ખર્ચા વધી શકે છે. ધનહાનિ થઈ શકે છે. બોસ સાથે વિવાદ થઈ શકે છે. નોકરી જવાનું જોખમ રહી શકે છે. વેપારમાં નુકસાન થઈ શકે છે. નવા રોકાણથી બચવું. ધનહાનિના ચાન્સ છે.
મકર રાશિ
મકર રાશિના જાતકોને રાહુ અને મંગળનો નવપંચમ યોગ નેગેટિવ થવાના યોગ દર્શાવી રહ્યો છે. અહંકાર વધી શકે છે. બીજા સાથે સંબંધ બગડી શકે છે. કરિયરમાં અડચણો આવી શકે છે. પદોન્નતિમાં વધારો થઈ શકે છે. કાર્યભાર વધી શકે છે. માનસિક તણાવ વધી શકે છે. વેપારમાં અડચણો આવી શકે છે. કર્મચારીઓથી સમસ્યા થઈ શકે છે. મુસાફરીથી તણાવ વધી શકે છે. કોઈ બનેલું કામ બગડી શકે છે. જીવનસાથી સાથે સંબંધમાં તણાવ આવી શકે છે.
મીન રાશિ
મીન રાશિના જાતકોને રાહુ અને મંગળના નવપંચમ યોગની અસરના કારણે ખુબ મુશ્કેલીઓ આવી શકે છે. ભ્રમ અને આત્મવિશ્વાસની કમી આવી શકે છે. નકારાત્મક વિચારો હાવિ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલવામાં મુશ્કેલીઓ આવી શકે છે. નોકરીમાં અસુરક્ષાની ભાવના વધી શકે છે. બિઝનેસ યાત્રામાં ફ્રોડ થવાના ચાન્સ છે. વેપારમાં અનિશ્ચિતતાની સ્થિતિ આવી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)