Navpancham Yog 2024: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થવો તેને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યારે પણ ગ્રહ રાશિ બદલે છે તો તેના કારણે કેટલાક યોગ પણ બનતા હોય છે. આ યોગની અસર પણ દરેક રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. પંચાંગ અનુસાર હાલ નવપંચમ યોગ બન્યો છે. નવપંચમ યોગ વૃષભ રાશિમાં ગુરુ ગ્રહ અને કન્યા રાશિમાં કેતુ ગ્રહના ગોચરથી બન્યો છે. આ બંને ગ્રહ એકબીજાથી નવમા અને પાંચમાં ભાવમાં બિરાજમાન છે તેના કારણે નવપંચમ યોગનું નિર્માણ થયું છે. આ યોગ કેટલીક રાશિ માટે શુભ છે તો કેટલીક માટે અશુભ છે. આજે તમને જણાવીએ કેતુ અને ગુરુના ગોચરથી બનેલા નવપંચમ યોગથી કઈ રાશિના જાતકોના જીવનમાં મુશ્કેલીઓ વધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવપંચમ યોગથી આ રાશિઓની વધશે મુસીબત 


આ પણ વાંચો: Weekly Horoscope: આર્થિક મામલે આ સપ્તાહ મિથુન, કન્યા સહિત 4 રાશિઓને થશે લાભ


મેષ રાશિ 


નવપંચમ યોગના કારણે મેષ રાશિના જાતકોને આર્થિક નુકસાન થઈ શકે છે. આ રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે. ધન સંબંધિત સમસ્યા થઈ શકે છે. મહેનતનું ફળ ન મળવાથી નિરાશા થઈ શકે છે. નોકરીમાં સમસ્યા આવી શકે છે. વેપારીઓએ સમજી વિચારીને રોકાણ કરવું. 


આ પણ વાંચો: બુધ ગ્રહની નીચતા સમાપ્ત, હવે 3 રાશિઓના બધા કામ થશે સફળ, ભાગ્યોદયનો સમય શરુ


સિંહ રાશિ


સિંહ રાશિના લોકો માટે પણ નવપંચમ યોગ અંગત જીવન અને પ્રોફેશનલ લાઈફ બંનેમાં સમસ્યા કરશે. હાથમાં આવેલી તક ગુમાવવી પડશે. આ સમય દરમિયાન કોઈ સાથે વિવાદ થઈ શકે છે. કાયદાકીય બાબતમાં ફસાઈ શકો છો. નાણાકીય વ્યવહાર સમજી વિચારીને કરવા. ધીરજથી કામ લેવું. 


આ પણ વાંચો: Astro Tips: જીવનમાં મળવા લાગે આ સંકેત તો સમજી લેજો દુ:ખના દિવસો પુરા થવાના છે


ધન રાશિ 


ધન રાશિના લોકોને પણ નવપંચમ યોગ પરેશાન કરશે. બનતા કામ અટકી શકે છે. આ સમય દરમિયાન મનમાં નિરાશા વધી શકે છે. કોઈપણ કામમાં બેદરકારી રાખવી નહીં. આ સમય દરમિયાન સકારાત્મક રહેવાનો પ્રયત્ન કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)