Navratri 2022: નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી માં દુર્ગાના અલગ અલગ રૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. જેમાં માતાજીને અલગ અલગ વસ્તુઓનો ભોગ ધરાવીને કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ (Religious belief) અનુસાર નવરાત્રિના 9 દિવસ અલગ રંગ પહેરીને માં દુર્ગાની આરાધના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. તો આવો જાણીએ નવરાત્રિના 9 દિવસમાં કયા દિવસે કયા રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલાં દિવસે-
નવરાત્રિના પહેલા દિવસે માં દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાના ભક્તો પીળા રંગના કપડા પહેરીને માતાની પૂજા કરે છે.


બીજા દિવસે-
નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે ભક્તોએ લીલા રંગના કપડા પહેરીને માતા બ્રહ્મચરીણીની પૂજા કરવી જોઇએ.


ત્રીજા દિવસે-
નવરાત્રિના ત્રીજા દિવસે માં દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તોએ ભૂરા રંગના કપડા પહેરીને માતાની પૂજા અર્ચના કરવી જોઇએ.


ચોથા દિવસે-
નવરાત્રિના ચોથા દિવસે માં દુર્ગાના કુષ્માંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભક્તોએ નારંગી રંગના કપડા પહેરીને માતાની પૂજા અર્ચના કરવી જોઇએ.


પાંચમા દિવસે-
નવરાત્રિના પાંચમા દિવસે માં દુર્ગાના સ્કંદમાતા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તોએ સફેદ રંગના કપડા પહેરીને માતાની પૂજા અર્ચના કરવી જોઇએ અને માતાના ચરણોમાં નતમસ્તક થવું જોઇએ.


છઠ્ઠા દિવસે-
નવરાત્રિના છઠ્ઠા દિવસે માં દુર્ગાના કાત્યાયની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માં કાત્યાયનીને લાલ રંગ ખૂબ પસંદ છે. તેથી આ દિવસે ભક્તોએ લાલ રંગના કપડા પહેરીને માતાની પૂજા અર્ચના કરવી જોઇએ.


સાતમા દિવસે-
નવરાત્રિનો સાતમો દિવસ માં દુર્ગાના કાલરાત્રિ સ્વરૂપનો દિવસ હોય છે. આ દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તોએ વાદળી રંગના કપડા પહેરીને માતાની પૂજા અર્ચના કરવી જોઇએ.


આઠમો દિવસ-
નવરાત્રિના ત્રીજા દિવસે માં દુર્ગાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તોએ ગુલાબી રંગના કપડા પહેરીને માતાની પૂજા અર્ચના કરવી જોઇએ.


નવમો દિવસ-
નવરાત્રિના અંતિમ એટલે કે નવમા દિવસે માં દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તોએ જાંબલી રંગના કપડા પહેરીને માતાની પૂજા અર્ચના કરવી જોઇએ.