Navratri 2023: નવરાત્રિમાં ગરબાની સાથો-સાથ હવનનું પણ ખાસ મહાત્મય હોય છે. નવરાત્રીના 9 દિવસ અલગ અલગ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. કન્યા પૂજન અને હવન વગર નવરાત્રીની પૂજા અધૂરી માનવામાં આવે છે. નવરાત્રીમાં આઠમ નોમના દિવસે હવન કરવાથી નવગ્રહ, દેવી અને દેવતાનો અંશ પ્રાપ્ત થાય છે, જેથી દેવી પ્રસન્ન થઈને આશીર્વાદ પ્રદાન કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માઁ દુર્ગાની પૂજા માટે હવન કરવો તે જરૂરી માનવામાં આવે છે. માન્યતા અનુસાર હવન વગર પૂજા અધૂરી માનવામાં આવે છે. અનેક લોકો નવરાત્રીમાં 9 દિવસ હવન કરે છે, જે લોકો નવરાત્રીમાં 9 દિવસ સુધી હવન કરી શકતા નથી, તેઓ આઠમ-નવમીના દિવસે હવન કરે છે. આજે દુર્ગાષ્ટમી અને મહાનવમીના દિવસે સવારથી સાંજ સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ છે. આ દિવસે સૂર્યોદય પછી મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કર્યા પછી હવન કરી શકાય છે. હવન પછી કન્યા પૂજન કરવું. 


હવન મંત્ર-
ओम आग्नेय नम: स्वाहा,
ओम गणेशाय नम: स्वाहा,
ओम गौरियाय नम: स्वाहा,
ओम नवग्रहाय नम: स्वाहा,
ओम दुर्गाय नम: स्वाहा,
ओम महाकालिकाय नम: स्वाहा,
ओम हनुमते नम: स्वाहा,
ओम भैरवाय नम: स्वाहा,
ओम कुल देवताय नम: स्वाहा,
ओम स्थान देवताय नम: स्वाहा,
ओम ब्रह्माय नम: स्वाहा,
ओम विष्णुवे नम: स्वाहा,
ओम शिवाय नम: स्वाहा.


હવનની વિધિ-
હવન કરવા માટે હવન કુંડ, આંબાની લાકડી, કાળા તલ, કુમકુમ, અક્ષત, જવ, ધૂપ, પંચમેવા, નારિયેળ, ઘી, લોબાન, લવિંગ, ગૂગળ, કમળ, સોપારી, કપૂર, એલચી હવનની જગ્યાએ એકત્ર કરી લો. હવન કરવા માટે હવન કુંડને ગંગાજળથી પવિત્ર કરી લેવું. હવન કુંડની ચારે તરફ રક્ષાસૂત્ર બાંધવું, અને તેના પર સાથિયો દોરીને તેની પૂજા કરવી. ત્યારપછી હવન કુંડ પર અક્ષત્, ફૂલ અને ચંદન અર્પણ કરીને હવન સામગ્રી એકત્ર કરી લેવી. હવન કુંડમાં આંબાની 4 લાકડી રાખીને તેમાં એક પાનનું પત્તુ રાખવું. તેમાં કપૂર, લવિંગ, એલચી મુકો અને ત્યારપથી અગ્નિ પ્રજ્વલિત કરો. મંત્રોચ્ચાર કરીને હવન સામગ્રીથી અગ્નિમાં આહુતિ આપો. હવન પૂર્ણ થયા પછી 9 કન્યાઓને ભોજન કરાવો અને પગે લાગીને તેમના આશીર્વાદ લો. હવે કન્યાઓને દક્ષિણા આપીને શ્રદ્ધાપૂર્વક વિદાય આપો.