Never Offer These Things: હિન્દુ શાસ્ત્રોમાં નવરાત્રિ ખુબ જ ખાસ અને વિશેષ ગણવામાં આવે છે. વર્ષમાં 4 વખત આ પર્વની ઉજવણી થાય છે. આસો મહિનામાં આવતી નવરાત્રિને શારદા નવરાત્રિના નામથી પણ ઓળખવામાં આવે છે. તેની શરૂઆત 15મીથી  થઈ ચૂકી છે. આ 9 દિવસ માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા થાય છે. એવી માન્યતા છે કે આ 9 દિવસ માતા દુર્ગા ધરતી પર ભક્તોની વચ્ચે આવે છે અને તેમની પૂજા ઉપાસનાથી તેઓ પ્રસન્ન થઈને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્રમાં નવરાત્રિ પૂજાને લઈને અનેક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે આ 9 દિવસ માતા દુર્ગાને તેમની મનપસંદ ચીજો અર્પણ કરવાથી તેઓ જલદી પ્રસન્ન થાય છે અને ભક્તો પર ખુબ કૃપા વરસાવે છે. પરંતુ આ દરમિયાન એ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ કે માતા દુર્ગા કઈ વાતોથી નારાજ થાય છે. માતા દુર્ગાને ભૂલેચૂકે કેટલીક વસ્તુઓ ક્યારેય અર્પણ કરવી જોઈએ નહીં. 


નવરાત્રિમાં માતા દુર્ગાને આ ચીજો અર્પણ કરવી જોઈએ નહીં. 


દુર્વાનો ઉપયોગ ન કરવો
ધાર્મિક માન્યતા મુજબ નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા કરતી વખતે તેમને ભૂલેચૂકે પણ દુર્વા અર્પણ કરવી જોઈએ નહીં. એવી માન્યતા છે કે તેનાથી માતા દુર્ગા નારાજ થઈ જાય છે. 


પૂજા અધવચ્ચે ન છોડવી
ધાર્મિક માન્યતા મુજબ નવરાત્રિના દિવસોમાં માતા દુર્ગાની પૂજા ઉપાસના કરતી વખતે દુર્ગા ચાલીસા, દુર્ગા મંત્ર, અને દુર્ગા સપ્તશતીનો પાઠ અવશ્ય કરવો અને આ દરમિયાન એ વાતનો ખ્યાલ રાખવો કે પાઠ કરતી વખતે અધવચ્ચે ન ઊભા થવું. આમ કરવાથી પૂજાની વચ્ચે ઉઠેલી વ્યક્તિને પૂજાનું ફળ મળતું નથી. 


અર્પણ કરો આ ફૂલ
દેવી દેવતાઓની પૂજા વખતે તેમને તેમના મનપસંદ ફૂલો અર્પણ કરવાથી તેઓ જલદી પ્રસન્ન થાય છે. આથી નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા દરમિયાન તેમને લાલ રંગનું ચંદન લગાવવું. આ ઉપરાંત કોઈ અન્ય રંગનો ઉપયોગ ન કરવો. પૂજામાં લાલ અને પીળા રંગના ફૂલોનો જ ઉપયોગ કરવાથી શુભ ફળ મળે છે. 


દુર્ગા સપ્તશતીનો પાઠ
નવરાત્રિની પૂજા કરતી વખતે માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને આ સાથે જ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી લાભ થાય છે. અત્રે જણાવવાનું કે આ પાઠ થોડો હળવા અવાજમાં કરવો જોઈએ. આ સાથે જ કવચ, કીલક અને અર્ગલા સ્ત્રોતનો પાઠ કરવાથી પણ લાભ થાય છે. 


આંકડાના ફૂલ ન ચડાવવા
જ્યોતિષ શાસ્ત્ર મુજબ માતા દુર્ગાને પૂજા વખતે ભૂલેચૂકે આંકડાના ફૂલ ચડાવવા ન જોઈએ. કારણ કે તેનાથી માતા દુર્ગા નારાજ થાય છે. એવી માન્યતા છે કે જે લોકો નવરાત્રિમાં પૂજા દરમિયાન આંકડાના ફૂલ અર્પણ કરે છે તેમને માતા અંબાના આશીર્વાદ મળતા નથી. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)