Navratri 2023: નવરાત્રિમાં દરેક દિવસની અલગ અલગ વિશેષતા હોય છે. દરેક દિવસે માતાજીના જુદા જુદા સ્વરૂપો અથવા એમ કહો કે જુદા જુદા દેવીઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે આજે નવલી નવરાત્રિનું છઠ્ઠું નોરતું છે. આજે માતા કાત્યાયની પૂજા અર્ચના કરવાનું છે ખાસ મહત્ત્વ. જાણીએ તેના પાછળની પૌરાણિક કથા અને પૂજા અર્ચનાની રીત. નવરાત્રીનો છઠ્ઠો દિવસ દેવી દુર્ગાના વિકરાળ યોદ્ધા અવતારને સમર્પિત છે, જે મા કાત્યાયની તરીકે ઓળખાય છે. મહિષાસુરમર્દિની, જે સિંહ પર સવારી કરે છે અને કમળના ફૂલો અને તલવારો અને ભગવાન શિવના ત્રિશૂળ સહિત અનેક શસ્ત્રો ધરાવે છે, તેની ષષ્ઠી પર પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ષષ્ઠી 1 ઓક્ટોબર, શનિવારે પડી રહી છે. સમગ્ર ભારતમાં ભક્તો દેવી દુર્ગાના યોદ્ધા અવતાર પાસેથી આશીર્વાદ મેળવવા પ્રાર્થના કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતા કાત્યાયનીનો જન્મ કાત્યાયન ઋષિના ઘરે થયો હતો. માટે તેમને કાત્યાયની કહેવામાં આવે છે. તેમની ચાર ભુજાઓમાં અસ્ત્ર, શસ્ત્ર અને કમળનું પુષ્પ છે. તેમનું વાહન સિંહ છે. નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયનીની પૂજા કાત્યાયન ઋષિના ઘરે થઈ હતી. માટે તેમને કાત્યાયની કહેવામાં આવે છે. તેમની ચાર ભુજાઓમાં અસ્ત્ર, શસ્ત્ર અને કમળનું પુષ્પ છે. તેમનું વાહન સિંહ છે. તે બ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. 


માતા કાત્યાયનીની પૂજા વિધિ 
ગોધૂલી સમયે પીળા અથવા લાલ વસ્ત્ર પહેરીને તેમની પૂજા કરવી જોઈએ. તેમને પીળા ફૂલ અને પીળુ નિવેદ અર્પિત કરો. તેમને મધ અર્પિત કરવું ખૂબ જ શુભ હોય છે. માતાને સુગંધિત પુષ્પ અર્પિત કરવાથી જલ્દી વિવાહનો યોગ બનશે. સાથે જ પ્રેમ સંબંધી મુશ્કેલીઓ પણ દૂર થશે. નવરાત્રીના છઠ્ઠા દિવસે માતાને મધનો ભોગ લાગગાવામાં આવે છે. દેવીને મધના ભોગ બાદ તેને પ્રસાદના રૂપમાં વહેચવામાં આવે છે. તેનાથઈ તમને ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ થશે. 


જલ્દી વિવાહના ઉપાય-
ગોધૂલિ વેલામાં પીળા વસ્ત્ર ધારણ કરો. માતાની સામે દિવો પ્રજ્વલિત કરો અને તેમને પીળા ફૂલ અર્પિત કરો. તેના બાદ ત્રણ આખી હળદર પણ ચડાવો. પછી માતા કાત્યાયનીના મંત્રનો જાપ કરો. મંત્ર છે-


"कात्यायनी महामाये , महायोगिन्यधीश्वरी।
नन्दगोपसुतं देवी, पति मे कुरु ते नमः।।" 


ત્યાર બાદ હળદળને તમારી પાસે રાખી લો. 


ગોપિઓએ કૃષ્ણની પ્રાપ્તિ માટે તેમની પૂજા કરી હતી. વિવાહ સંબંધી સમસ્યાઓ માટે તેમની પૂજા અચુક થાય છે. યોગ્ય અને ઈચ્છા અનુસાર પતિ તેમની કૃપાથી પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેમનો સંબંધ બૃહસ્પતિ સાથે જણાવવામાં આવ્યો છે. કન્યાઓને જલ્દી વિવાહ માટે તેમની પૂજા કરવામાં આવે છે. ઈચ્છા અનુસાર વિવાહ અને પ્રેમ વિવાહ માટે પણ તેમની ઉપાસના કરવામાં આવે છે. વૈવાહિક જીવન માટે પણ તેમની પૂજા ફળદાયી હોય છે. જો કુંડળીમાં વિવાહ યોગ ન હોય તો પણ વિવાહ થઈ જાય છે. 


પૌરાણિક કથા:
પૌરાણિક કથા અનુસાર એક વનમાં કત નામના એક મહર્ષિ હતા. તેનો એક પુત્ર હતો તેમનું નામ કાત્ય રાખવામાં આવ્યું. ત્યાર બાદ કાત્ય ગોત્રમાં મહર્ષિ કાત્યાયને જન્મ લિધો. તેમની કોઈ સંતાન ન હતી. માતા ભગવતીને પુત્રીના રૂપમાં મેળવવાની ઈચ્છા રાખતા તેમણે પરામ્બાની કઠોર તપસ્યા કરી. મહર્ષિ કાત્યાયનની તપસ્યાથી પ્રસન્ન થઈને દેવીએ તેમને પુત્રી વરદાન આપ્યું. થોડા સમય બાદ રાક્ષસ મહિષાસુરનો અત્યાચાર વધવા લાગ્યો. ત્યારે ત્રિદેવોના તેજથી એક કન્યાનો જન્મ થયો અને તેનો વધ કર્યો. કાત્ય ગોત્રમાં જન્મ લેવાના કારણે દેવીનું નામ કાત્યાયની પડ્યું.