નવરાત્રીના નવ દિવસ આદ્યશક્તિ દેવી દુર્ગાની પૂજા માટે સમર્પિત હોય છે. આ દિવસોમાં લોકો માતા રાનીની પૂજા આરાધના કરીને તેમને પ્રસન્ન કરે છે. નવરાત્રીના પર્વની શરૂઆત 3 ઓક્ટોબરથી થઈ ગઈ છે અને 12 ઓક્ટોબરે સમાપ્ત થશે. આવામાં ચારેબાજુ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. દરેક માતાજીનો જયકાર કરી રહ્યા છે. આ નવ દિવસ દરમિયાન ઘરે ઘરે દુર્ગામાતાના અલગ અલગ નવ સ્વરૂપની પૂજા થાય છે. આદ્યશક્તિ દેવી દુર્ગાને શક્તિનું સ્વરૂપ ગણવામાં આવે છે. નવરાત્રીના દિવસોમાં માતારાનીની ઉપાસના કરવાથી વિશેષ ફળ મળે છે. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન માતા પૃથ્વીલોકમાં પોતાના  ભક્તો વચ્ચે રહે છે. આવામાં માતા દુર્ગાની ઉપાસના કરવાથી ભક્તોના તમામ કષ્ટ દૂર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતષ શાસ્ત્રમાં માતા ભગવતીની ઉપાસના વિશે વિસ્તૃતમાં જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં કેટલીક એવી રાશિઓ વિશે જણાવાયું છે જે માતા દુર્ગાને અતિ પ્રિય છે. એવું કહેવાય છે કે આ રાશિના લોકો પર માતા દુર્ગાની કૃપા હંમેશા રહે છે. જાણો આ રાશિઓ વિશે...


વૃષભ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃષભ રાશિના આરાધ્ય માતા દુર્ગા છે. આથી વૃષભ રાશિવાળા પર માતા ભગવતીની વિશેષ કૃપા રહે છે. આથી નવરાત્રી દરમિયાન વૃષભ રાશિવાળાએ વિધિ વિધાન સાથે માતા દુર્ગાની પૂજા આરાધના કરવી જોઈએ. 


સિંહ રાશિ
માતા રાની સિંહની સવારી કરે છે આથી તેમને સિંહવાહિની પણ કહે છે. આ રાશિના જાતકો ઉપર પણ માતા દુર્ગાનો આશીર્વાદ હંમેશા રહે છે. આવા લોકોને કરિયર અને વેપારમાં પ્રગતિ થાય છે. નવરાત્રી દરમિયાન સિંહ રાશિના જાતકોએ પણ માતાના નવ રૂપની પૂજા કરવી જોઈએ. 


તુલા રાશિ
તુલા રાશિવાળાના આરાધ્ય શુક્ર ગ્રહ અને દેવી દુર્ગા છે. આવામાં જો આ રાશિના જાતકો દુર્ગા માતાની પૂજા શ્રદ્ધાપૂર્વક કરે તો તેમને તેનો લાભ જરૂર મળે છે. નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની પૂજા કરો અને સ્ત્રોત અને મંત્રોનો જાપ કરો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)