Neem Karoli Baba Ashram Kainchi Dham: ભારતના એક પ્રખ્યાત સંત નીમ કરોલી બાબાએ દુનિયાના કેટલાક મોટા ટેક લીડર્સ પર ઊંડો પ્રભાવ છોડ્યો છે. પોતાની સાદગી, જ્ઞાન અને પ્રેમ તથા સેવા પર કેન્દ્રીત ઉપદેશો માટે જાણીતા નીમ કરોલી બાબાએ સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ, અને જેક ડોર્સી ટેક ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓને પ્રેરિત કર્યા છે. આ લોકો પોતાના જીવનમાં તેમના ઉપદેશો કે આશ્રમના પ્રભાવને એક મહત્વપૂર્ણ મોડ તરીકે માને છે જેણે તેમના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેક હસ્તીઓને કર્યા પ્રેરિત
નીમ કરોલી બાબાએ સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ અને જેક ડોર્સીને પ્રેરિત કર્યા છે. 


Steve Jobs
એપ્પલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સે 1970ના દાયકાના મધ્યમાં ઉત્તરાખંડના કાંચીમાં નીમ કરોલી  બાબાના આશ્રમની મુલાકાત લીધી હતી. જોબ્સ વ્યક્તિગત અને વ્યવસાયિક અનિશ્ચિતતાઓના દોરમાં આધ્યાત્મિક જ્ઞાનની શોધમાં આ મુસાફરી પર નીકળ્યા હતા. જો કે નીમ કરોલી બાબાનું 1973માં નિધન થઈ ગયું હતું. પરંતુ જોબ્સે આશ્રમમાં સમય વીતાવ્યો અને બાબાના શિષ્યો સાથે વાતચીત કરી. 


આ યાત્રાએ જોબ્સ પર એક સ્થાયી પ્રભાવ છોડ્યો. તેમણે પછીથી જણાવ્યું કે કેવી રીતે તેમના આ અનુભવે તેમની સાદગી અને ફોકસની દ્રષ્ટિને આકાર આપ્યો જે એપ્પલના ડિઝાઈન દર્શનના પ્રમુખ લક્ષણ બની ગયા. જોબ્સે ફેસબુકના કો ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ સહિત પોતાના મિત્રોને પણ આશ્રમ જવાની ભલામણ કરી હતી. 


Mark Zuckerberg
માર્ક  ઝુકરબર્ગે ખુલાસો કર્યો હતો કે તેમણે જોબ્સના સૂચન પર નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત લીધી હતી. ફેસબુકના શરૂઆતી દિવસોમાં ઝુકરબર્ગે એવા પડકારોનો સામનો કરવો પડ્યો જેનાથી તેમની કંપનીની દિશા પર સવાલ ઉઠવા લાગ્યા હતા. જોબ્સે તેમને સ્પષ્ટતા અને પ્રેરણા માટે આશ્રમ જવાની સલાહ આપી. ઝુકરબર્ગે આશ્રમમાં સમય વીતાવ્યો જ્યાં તેમણે શાંતિ અને ઉદ્દેશ્યની ભાવનાનો અનુભવ કર્યો. આ યાત્રાએ ફેસબુકની દુનિયાને જોડવાના મિશનમાં તેમના વિશ્વાસને મજબૂત કર્યો. તેમણે બાદમાં કહ્યું કે આ આધ્યાત્મિક યાત્રાએ તેમને ફેસબુકના વિકાસના એક મહત્વપૂર્ણ ચરણ દરમિયાન આગળ વધવાનો આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પ પ્રદાન કર્યો. 


Jack Dorsey
ટ્વિટરના કો ફાઉન્ડર અને પૂર્વ સીઈઓ જેક ડોર્સી પણ નીમ કરોલીબાબાના ઉપદેશોથી પ્રેરિત છે. જો કે ડોર્સીએ જાહેરમાં ક્યારેય આશ્રમની યાત્રાનું વિવરણ આપ્યું નથી. પરંતુ તેમણે તેમના જીવન અને કામ પર ભારતીય આધ્યાત્મિકતાના પ્રભાવ અંગે વિસ્તૃત વાત કરી છે. 


ડોર્સીની રેગ્યુલર મેડિટેશન પ્રેક્ટિસ નીમ કરોલી બાબાની આંતરિક શાંતિ અને આત્મ જાગૃતતા પર ભાર આપવાને અનુરૂપ છે. તેનાથી તેમની લીડરશીપ સ્ટાઈલને આકાર મળ્યો. જેનાથી તેમને ટ્વિટર અને સ્કાયર જેવી ગ્લોબલ ટેક કંપનીઓ ચલાવવામાં મદદ મળી. 


નીમ કરોલી બાબાના ઉપદેશો
નીમ કરોલીબાબાના ઉપદેશો પ્રેમ, સેવા અને નિસ્વાર્થતાની શક્તિ પર ભાર મૂકે છે. તેમનું માનવું હતું કે તમામ સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ અને બીજાની મદદ કરવા માટે સમર્પિત જીવન જીવવું જોઈએ. તેમની સરળ પરંતુ ગાઢ બુદ્ધિએ વ્યક્તિઓને જીવન પ્રત્યે સંતુલિત અને દયાળુ દ્રષ્ટિકોણ અપનાવવા માટે પ્રેરિત કર્યા છે. 


નીમ કરોલી બાબાના પ્રમુખ ઉપદેશોમાં સામેલ છે...


પ્રેમ અને કરુણા- સાર્વભૌમિક પ્રેમ અને સમજને અપનાવવી. 
સેવા- કોઈ પણ ઈનામની અપેક્ષા વગર બીજાની નિસ્વાર્થ ભાવથી મદદ કરવી જોઈએ. 
ધ્યાન- ધ્યાનનો અભ્યાસ કરવો અને પળમાં ઉપસ્થિત રહેવું.