Neem Patton Totka: સનાતન ધર્મમાં લીમડાના ઝાડનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ વૃક્ષમાં ઉગ્ર શક્તિ, મહાકાલી, મા દુર્ગા સહિત અનેક દેવી-દેવતાઓ નિવાસ કરે છે. હિંદુ ધર્મમાં લીમડાના ઝાડની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે ઘરની બહાર કે આંગણામાં લીમડાનું ઝાડ હોય ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો. બીજી તરફ જો તમે જ્યોતિષ શાસ્ત્રમાં માનતા હોવ તો જો તમે શનિ-કેતુ કે પિતૃદોષ જેવી સમસ્યાઓથી પરેશાન છો, તો આજે અમે તમને લીમડાના ઝાડના કેટલાક એવા ઉપાય જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિની અસરથી છુટકારો મેળવવા માટે
જો તમારી કુંડળીમાં શનિ, સાડે સાતી કે મહાદશા ચાલી રહી છે, તો તમે લીમડાના ઝાડના આ ઉપાયથી સમસ્યાઓને તમે દૂર કરી શકો છો. આ માટે લીમડાના ઝાડની પાતળી ડાળીને તોડીને તેને ધોઈ લો અને તેના નાના ટુકડા કરો. આ પછી તેને કાળા દોરામાં બાંધીને માળા બનાવો. શનિવારના દિવસે શનિ ચાલીસાનો પાઠ કરીને આ માળા પહેરો. એવું માનવામાં આવે છે કે આ માળા સતત એક મહિના સુધી પહેરવાથી શનિદેવના પ્રકોપથી મુક્તિ મળે છે.


આ પણ વાંચો :


તુર્કી-સીરિયામાં કુદરતે મચાવ્યો કહેર, ભૂકંપ બાદ હવે સામે ઊભું છે આ મોટું સંકટ


આધાર કાર્ડની મદદથી આ રીતે ઘરે બેઠા જાણો બેન્ક બેલેન્સ, ATM જવાની નહીં પડે જરૂર


કેતુના કોપમાંથી મુક્તિ મેળવવા માટે
ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો તમે કેતુના કોપથી પરેશાન છો અને તમારા કરિયરમાં વારંવાર અવરોધો આવી રહ્યા છે, તો લીમડાથી સારો કોઈ ઉપાય નથી. કેતુના ક્રોધથી છૂટકારો મેળવવા માટે ઘરની બહાર લીમડાનું ઝાડ લગાવો. તેમજ કેતુની શાંતિ માટે દર રવિવારે લીમડાના લાકડાથી હવન કરો. તેમજ લીમડાના પાનનો રસ કાઢીને નહાવાના પાણીમાં ભેળવીને સ્નાન કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી કેતુના પ્રભાવથી મુક્તિ મળે છે.


પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે
જો તમારા ઘરમાં અથવા તમારી કુંડળીમાં પિતૃદોષ છે, જેના કારણે તમને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમે આ ઉપાય કરી શકો છો. પિતૃદોષથી છુટકારો મેળવવા માટે તમારે ઘરના દક્ષિણ કે વાયવ્ય ખૂણામાં લીમડાનું ઝાડ લગાવવું જોઈએ. તેનાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે છે.


આ પણ વાંચો :


જાણો IAS તપસ્યા પરિહારની સફળતાની કહાની


Valentine Week 2023: આજથી થશે પ્રેમના સપ્તાહની શરૂઆત, આજે રોઝ ડે પછી પ્રપોઝ ડે


( અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. zee24kalak તેની પુષ્ટિ કરતું નથી.)