Rudraksha: રુદ્રાક્ષ પહેરી ક્યારેય ન કરવા આ કામ, કરશો ભુલ તો જીવનમાં વધશે સમસ્યાઓ
Rudraksha Rules: જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે જે વ્યક્તિ રુદ્રાક્ષ નિયમ અનુસાર ધારણ કરે છે તેના જીવનમાંથી દરેક સંકટ દૂર થઈ જાય છે. તેવા વ્યક્તિને અકાલ મૃત્યુનો ભય પણ રહેતો નથી. પરંતુ રુદ્રાક્ષ ધારણ કરીએ ત્યારે કેટલાક નિયમોનું પાલન પણ કરવું જોઈએ.
Rudraksha Rules: શાસ્ત્રોમાં રુદ્રાક્ષને પૂજનીય માનવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે રુદ્રાક્ષ ભગવાન શિવના આંસુમાંથી બનેલો છે. તેથી તેને ચમત્કારિક અને અલૌકિક માનવામાં આવે છે. તમે ઘણા લોકોને રુદ્રાક્ષની માળા પહેરતા જોયા હશે. કેટલાક લોકો રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરતા હોય છે. રુદ્રાક્ષની વાત કરીએ તો તેમાં એક મુખીથી લઈને 21 મૂકી સુધીના રુદ્રાક્ષ હોય છે. દરેક રુદ્રાક્ષનું અલગ મહત્વ હોય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે જે વ્યક્તિ રુદ્રાક્ષ નિયમ અનુસાર ધારણ કરે છે તેના જીવનમાંથી દરેક સંકટ દૂર થઈ જાય છે. તેવા વ્યક્તિને અકાલ મૃત્યુનો ભય પણ રહેતો નથી. પરંતુ રુદ્રાક્ષ ધારણ કરીએ ત્યારે કેટલાક નિયમોનું પાલન પણ કરવું જોઈએ. કેટલાક એવા કામ છે જેને રુદ્રાક્ષ ધારણ કરીને કરવા જોઈએ નહીં. જો આ કામ રુદ્રાક્ષ પહેરીને કરવામાં આવે તો જીવનમાં સમસ્યાઓ વધે છે.
આ પણ વાંચો:
અમીર બનવાનું સપનું થશે પુરુ, અપનાનો ચમત્કારી વાસ્તુ ટિપ્સ અને ઘરમાં કરો આ ફેરફાર
અંતિમ સંસ્કાર સમયે મૃત શરીરના માથા પર મારવામાં આવે છે ડંડા, કારણ જાણી હચમચી જશો
અનેક દોષથી મુક્તિ અપાવે છે કાળો દોરો, આ એક ઉપાય કરી લેવાથી બદલી જશે ભાગ્ય
રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમ
1. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રુદ્રાક્ષની માળા સોમવાર, પૂનમ અથવા તો અમાસના દિવસે ધારણ કરવી જોઈએ. રુદ્રાક્ષની માળામાં ઓછામાં ઓછા 27 મણકા હોવા જોઈએ.
2. રુદ્રાક્ષની માળા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેથી તેને સ્નાન કર્યા પછી જ ધારણ કરવું અને સૂતા પહેલા પવિત્ર સ્થાન પર ઉતારીને રાખવું.
3. રુદ્રાક્ષની માળા ધારણ કરો ત્યારે હંમેશા ભોળાનાથનું સ્મરણ કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો.
4. રુદ્રાક્ષની માળા ધારણ ધારણ કરવા માટે તૈયાર કરો ત્યારે પીડા અથવા તો લાલ દોરા નો ઉપયોગ કરવો જોઈએ. કાળા દોરામાં રુદ્રાક્ષ ધારણ કરવો નહીં.
5. એક વખત જે માળાને તમે ધારણ કરો તે માળા અન્ય કોઈ વ્યક્તિને આપવી જોઈએ નહીં અથવા તો કોઈની પહેરેલી રુદ્રાક્ષની માળા લેવી પણ નહીં.
6. રુદ્રાક્ષની મારા ધારણ કર્યા પછી માંસાહાર કે ધુમ્રપાન કે મદિરાનું સેવન વર્જિત છે. આમ કરનાર વ્યક્તિને દોષ લાગે છે.
7. રુદ્રાક્ષની માળા પહેરીને ક્યારેય સ્મશાન ઘાટ જવું જોઈએ નહીં. બાળકનો જન્મ થયો હોય અથવા તો થતો હોય ત્યારે પણ રુદ્રાક્ષની માળા પહેરીને જવું નહીં.
8. ગર્ભવતી મહિલાએ રુદ્રાક્ષની માળા ધારણ કરવી નહીં. જો કોઈ મહિલાએ ધારણ કરેલી હોય તો બાળકના જન્મથી લઈને સૂતકાળ પૂરો ન થાય ત્યાં સુધી રુદ્રાક્ષ ઉતારીને રાખી દેવો જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)