નવી દિલ્હીઃ હિન્દુ ધર્મમાં દાન-પુણ્યને મહત્વ આપવામાં આવ્યું છે  કહેવામાં આવે છે કે તમારા કર્મ પણ દાન-પુણ્ય સાથે જોડાયેલા હોય છે  તમે વારંવાર સાંભળ્યું હશે કે દાન-પુણ્યથી તમારા ખરાબ કર્મ અને દોષ પણ સમાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં દાન-પુણ્યનુ કાર્ય સદીઓથી ચાલી રહ્યું છે તીજ-તહેવારમાં પણ લોકો ગંગા-સ્નાન વગેરે કરીને દાન-પુણ્ય કરે છે. પરંતુ શું તમને ખબર છે કે હિન્દુ ધર્મમાં અમુક એવી વસ્તુઓ છે  જેનુ દાન કરવુ યોગ્ય મનાતુ નથી. કહેવામાં આવે છે કે જો તમે આ વસ્તુઓને સૂર્યાસ્ત થયા બાદ કોઈને આપો છો તો તેનાથી માં લક્ષ્મી નારાજ થાય છે  આવો જાણીએ કઈ વસ્તુઓ સૂર્યાસ્ત થયા બાદ ના આપવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધ-દહીંનુ ના કરો દાન 
દૂધ-દહી લક્ષ્મીજીનુ પ્રતિક માનવામાં આવે છે એવુ માનવામાં આવે છે કે સૂર્યાસ્ત બાદ કોઈને દૂધ-દહીં વગેરે ન આપવુ જોઈએ  જેનાથી માં લક્ષ્મી નારાજ થાય છે આ સાથે દૂધ-દહી ચંદ્રદેવ સાથે સંબંધિત છે જેને આપવાથી ઘરનો વૈભવ જતો રહે છે  તેથી ગમે તેટલુ જરૂરી કેમ ના હોય સાંજના સમયે આ વસ્તુઓનુ દાન ના કરવુ જોઈએ.


આ પણ વાંચોઃ ગ્રહોનું રત્ન ધારણ કરતા પહેલાં આટલાં નિયમો જાણી લો, નહીં તો ઊલટું થશે


હળદરની લેવડ-દેવડ ના કરશો 
ગુરૂનો સીધો સંબંધ હળદર સાથે મનાય છે અને હળદરનો પ્રયોગ શુભ કાર્યોમાં પણ કરવામાં આવે છે  કહેવામાં આવે છે કે ગુરૂ ધનનો કારક છે અને ગુરૂવારની પૂજામાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે  જો સાંજના સમયે તમે કોઈને હળદર આપો છો તો તેના અશુભ પરિણામ જોવા મળે છે. આ સાથે માં લક્ષ્મી પણ ચિઢાય છે તેથી સાંજના સમયે કોઈને હળદર ના આપશો. 


ધન રકમ કે પૈસા 
હિન્દુ ધર્મમાં કહેવાય છે કે સંધ્યા સમયે દેવી લક્ષ્મી  સૂર્યાસ્ત બાદ માંતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે, તેથી  હિન્દુ સનાતન ધર્મમાં સાંજ થતા પહેલા ઘરની સફાઈ વગેરે કરીને સૂર્યાસ્ત બાદ પૂજા કરવામાં આવે છે અને દીવો પ્રગટાવવામાં આવે છે તે થી જ આપણા વડીલો પણ  કહે છે કે સાંજના સમયે રૂપિયા નું  દાન ના કરવુ જોઈએ. 


આ પણ વાંચોઃ આ આદતોથી દૂર રહેજો નહિ તો ગરીબી તમને શોધતી આવશે, જોતજોતામાં રૂપિયા ખાલી થશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube