Basil Plant Vastu: હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ મહત્વ માનવામા આવે છે. તુલસીના છોડના વૈજ્ઞાનિક અને ઔષધીય ફાયદા પણ છે. આ કારણે મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ હોય છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં સકારાત્મકતા પ્રવર્તે છે. તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા વરસે છે. તો બીજી તરફ તુલસીના છોડને લઈને થયેલી ભૂલોથી માતા લક્ષ્મી નારાજ થાય છે. જેના કારણે ઘરમાં ગરીબી આવતા સમય નથી લાગતો. એટલા માટે ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં જણાવેલ તુલસી સંબંધિત નિયમોનું પાલન કરવું ખુબ જ જરુરી છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


તુલસીના છોડને લગતા આ નિયમોનું કરો પાલન


- તુલસીનો છોડ ક્યારેય જમીનમાં ન વાવો, તેના બદલે તેને કોઈ સારા વાસણમાં અથવા માટીમાંથી તુલસીનો કોટ બનાવીને વાવો.


- વાસ્તુશાસ્ત્ર અનુસાર રવિવાર અને એકાદશીના દિવસે ક્યારેય પણ તુલસીના છોડને જળ ચઢાવવું નહીં. ન તો તુલસીને સ્પર્શ કરવો અને ન તો તુલસીના પાન તોડવા.


- જ્યાં પણ તુલસીનો છોડ રાખવામાં આવે ત્યાં સ્વચ્છતા અને પ્રકાશ હોવો જોઈએ. તુલસીને ક્યારેય અંધારામાં ન રાખો. દરરોજ સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો. આમ કરવાથી ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહેશે.


- ઘરમાં સૂકા તુલસીનો છોડ ક્યારેય ન રાખવો. જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને આદરપૂર્વક વીસર્જીત કરીને તેની જગ્યાએ બીજો છોડ વાવો. તુલસીના સુકા છોડને રાખવુ અશુભ છે, તેનાથી ધનહાનિ થાય છે.


-  તુલસીના સૂકા પાંદડાને ફેંકી દો નહીં તો તેને તુલસીના છોડની માટીમાં નાખો.


- તુલસીનો છોડ દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ, તેને પૂર્વ, ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો જોઈએ.


- તુલસીના છોડની આસપાસ કાંટાવાળા છોડ કે કોઈ અશુભ છોડ ન લગાવો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
દિલ્હીમાં ફરી વધ્યું યમુનામાં પાણી, ગુજરાતમાં આજથી અતિ ભારે વરસાદની આગાહી
બિલાડી પાળતાં પહેલાં આટલી જાણી લેજો? ક્યાંક આફત કે અશુભ ઘટના ન બને

ફરી સાચવજો! અંબાલાલ પટેલ આવી ગયા છે મેદાનમાં : ભુક્કા બોલાવે તેવા વરસાદની કરી આગાહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube