Kitchen Tawa: વાસ્તુશાસ્ત્રમાં રસોડા સંબંધિત કેટલાક ખાસ નિયમો જણાવેલા છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડા સંબંધિત આ નિયમોને જો ધ્યાનમાં લેવામાં ન આવે તો વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે. આ વાસ્તુદોષ પરિવારના સભ્યોના આર્થિક જીવન પર નકારાત્મક અસર કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના રસોડા સંબંધિત નિયમોનું હંમેશા પાલન કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં રસોડામાં રોજ ઉપયોગમાં આવતી લોઢી સંબંધિત કેટલાક નિયમો વિશે જણાવવામાં આવ્યું છે. આ નિયમનું પાલન હંમેશા કરવું જોઈએ. તો ચાલો તમને પણ જણાવીએ લોઢી સંબંધિત બે મહત્વના નિયમ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: કુંભ રાશિમાં બનશે શનિ-શુક્રની યુતિ, 3 રાશિઓ માટે 26 દિવસ મુશ્કેલીભર્યા, ખર્ચા વધશે


લોઢીને ગેસ પર ઉંધી રાખવી 


વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં લોઢી સંબંધિત આ ભૂલ કરવામાં આવે તો ઘરની ખુશીઓ પ્રગતિ અને બરકત બધું જ છીનવાઈ જાય છે. રસોડામાં ગેસના ચૂલા પર ક્યારેય લોઢીને ઊંધી રાખવી નહીં આમ કરવું અત્યંત અશુભ ગણાય છે. લોઢીને ગેસના ચૂલા પર ઉંધી રાખવાથી બનતા કામ પણ બગડવા લાગે છે. 


આ પણ વાંચો: માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે


ગરમ લોઢી પર પાણી છાંટવું 


વાસ્તુશાસ્ત્ર અનુસાર લોઢીની આ ભૂલ પણ વ્યક્તિનું ધનોતપનોત કાઢી નાખે છે. ઘણા લોકો રોટલી બનાવ્યા પછી ઉતાવળમાં લોઢી સાફ કરવા માટે તેને ઠંડા પાણી નીચે મૂકી દે છે. એટલે કે ગરમ લોઢી પર ઠંડુ પાણી નાખી તેને સાફ કરી નાખે છે. પરંતુ આમ કરવાથી ઘરની ખુશીઓ અને ધન પણ સાફ થઈ જાય છે. ગરમ લોઢી પર ક્યારે પાણી છાંટવું જોઈએ નહીં. આમ કરવાથી ઘરમાં કલેશ ઉત્પન્ન થાય છે અને ધનહાનિ થવા લાગે છે. લોઢી ઠંડી થાય પછી જ તેને પાણીથી સાફ કરવી જોઈએ.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)