New Year 2024: નવા વર્ષમાં બદલાઈ જશે તમારું ફૂટેલું કિસ્મત, બસ ઘરમાં લઈ આવો આ તસ્વીરો
Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે નવા વર્ષના અવસર પર અમુક ખાસ ફોટોઝ ઘર લાવીને લગાવી દો છો તો તેનાથી મા લક્ષ્મી તમારા પર કૃપા કરે છે, જેનાથી માણસની કિસ્મત બદલાઈ જાય છે. આવું કરવાથી ઘરમાંથી નકારાત્મકતાનો નાશ થાય છે અને સકારાત્મક શક્તિનો વાસ થાય છે.
New Year 2024 Vastu Tips: હવે ગણતરીના દિવસોમાં નવા વર્ષની શરૂઆત થનાર છે. દરેક લોકો ઈચ્છે છે કે તેમનું આગામી વર્ષ સુખ શાંતિથી પસાર થાય. એવામાં આજે અમે તમારા માટે વાસ્તુના અમુક ઉપાય લઈને આવ્યા છે, જેનાથી અજમાવીને તમારા જીવનના તમામ દુખ દૂર થઈ શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે નવા વર્ષે અમુક ખાસ ફોટોઝ ઘરે લાવીને લગાવી દો છો તો તેનાથી મા લક્ષ્મી તમારા પર કૃપા વરસાવે છે, જેનાથી માણસની કિસ્મત બદલાઈ શકે છે. આવું કરવાથી ઘરમાંથી નકારાત્મકાનો નાશ થાય છે અને સકારાત્મકનો વાસ થાય છે. જો તમે પણ નવા વર્ષને સુખસમુદ્ધિથી ભરી દેવા માંગતા હોવ તો તમારા ઘરે વાસ્તુ સંબંધિત અમુક તસવીરો અવશ્ય લગાવો. ચલો જાણીએ નવા વર્ષમાં કંઈ તસ્વીરો ઘરે લાવવી જોઈએ?
નવા વર્ષમાં ઘરે લાવો આ તસ્વીરો
દોડતા ઘોડાની તસવીર
જો તમે ઘરના સૌભાગ્યમાં વૃદ્ધિ કરવા માંગો છો તો નવા વર્ષે તમારા ઘરે કે ઓફિસમાં દોડતા સાત ઘોડાની તસવીર અવશ્ય લગાવો. માન્યતાનુસાર તેનાથી તમારા રોકાયેલા કામ અથવા તો કામમાં આવતી મુશ્કેલીઓ સરળતાથી દૂર થઈ જાય છે અને તમારા કામ ઝડપથી થવા લાગે છે.
લાફિંગ બુદ્ધા
લાફિંગ બુદ્ધાને ફેંગશુઈમાં સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે નવા વર્ષે ઘરમાં લાફિંગ બુદ્ધા લઈને આવે છો તો તેનાથી ઘરમાં ખુશીઓનું આગમન થાય છે. તેનાથી આર્થિક તંગીથી છુટકારો મળે છે અને ઘર સુખ શાંતિથી ભરપૂર રહે છે.
મા લક્ષ્મીની પ્રતિમા
જો તમે નવા વર્ષ નિમિત્તે ધનની દેવી લક્ષ્મીની મૂર્તિ અથવા પ્રતિમા ખરીદો છો અને તેની વિધિ-વિધાનથી પૂજા કરો છો, તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. સાથે પરિવારના સભ્યો માટે પ્રગતિના માર્ગો પણ ખુલે છે.
હંસની તસવીર
જો તમે ઈચ્છો છો કે તમારું ઘર હંમેશા ધન-સંપત્તિથી ભરેલું રહે, તો નવા વર્ષ નિમિત્તે તમારા ઘરમાં હંસની તસવીર લઈને જાવ. માન્યતા અનુસાર, આવું કરવાથી તમારા ઘરની તિજોરી ક્યારેય ખાલી થતી નથી અને દેવી લક્ષ્મી હંમેશા તમારા પર આશીર્વાદ આપે છે.
ઉડતા પક્ષી અને પહાડની તસવીર
જો તમે ઘરમાં નકારાત્મકતા અનુભવી રહ્યા છો, તો નવા વર્ષ નિમિત્તે ઉડતા પક્ષીઓ અને પહાડોની તસવીર તમારા ઘરે લઈ જાઓ. તેનાથી ઘરની તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને તેમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)