નવા વર્ષે અપનાવો આ 9 ચમત્કારી વાસ્તુ ઉપાય, આખું વર્ષ જરા પણ નહીં આવે રૂપિયાની તંગી!

New Year 2025 Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર મુજબ નવા વર્ષમાં ઘરમાં અમુક શુભ ચીજો લાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સાથે જ વાસ્તુના ઉપાય રૂપિયાની તંગીને દૂર કરવા માટે સહાયક છે.
New Year 2025 Vastu Tips: નવું વર્ષ 2025 બસ હવે આવનાર છે અને દરેક વ્યક્તિ તેણે નવી ઉર્જા અને સકારાત્મકતાની સાથે સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે. નવા વર્ષમાં વાસ્તુ શાસ્ત્રના અમુક વિશેષ ઉપાયો અપનાવી શકો છો, જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. વાસ્તુ શાસ્ત્ર મુજબ નવા વર્ષમાં ઘરમાં અમુક શુભ ચીજો લાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આખું વર્ષ ધનની કમી વર્તાતી નથી. એવામાં ચલો જાણીએ કે વાસ્તુના અમુક ખાસ ઉપાયો વિશે...
મોરપંખ
ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય મોર પંખ ઘરમાં રાખવાથી મા લક્ષ્મીનો વાસ થાય છે. મોરપંખ માત્ર ઘરની સજાવટ જ વધારતું નથી, પરંતુ સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં પણ સહાયક હોય છે. એવામાં જો તમે ઈચ્છો છો કે નવું વર્ષ ખુશીઓથી ભરેલું રહે તો ઘરમાં મોરપંખ જરૂર લગાવો.
તુલસીનો છોડ
સનાતન ધર્મમાં તુલસીનો છોડ અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે. માન્યતા એવી પણ છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, ત્યાં શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. નવું વર્ષ શુભ અને મંગલમય બનાવવા માટે તમે ઘરમાં તુલસીનો છોડ લગાવી શકો છો.
ચાંદીનો હાથી
વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ અનુસાર, ઘરમાં ચાંદીનો હાથી રાખવો પણ અત્યંત લાભકારી છે. તેનાથી રાહુ અને કેતુનો દુષ્પભાવ સમાપ્ત થાય છે અને નોકરી અને વેપારમાં પ્રગતિ થાય છે. આ ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે મહત્વપૂર્ણ મનાય છે.
ધાતુનો કાચબો
નવા વર્ષે તમારા ઘરમાં એક ઘાતુનો કાચબો જરૂર રાખો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર માટી કે લાકડાનો કાચબો ઘરમાં રાખવો લાભકારી નથી. ઘરમાં ચાંદી, પિતળ અથવા તો કાંસાનો કાચબો રાખવો શુભ માનવામાં આવે છે. તેણે ઉત્તર દિશામાં રાખવાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.
લાફિંગ બુદ્ધા
નવા વર્ષના શુભ અવસર પર લાફિંગ બુદ્ધા ઘરમાં રાખવી પણ શુભ હોય છે. તેણે હંમેશાં ઉત્તર-પૂર્વ દિશામાં રાખો. એવું કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી આવતી નથી.
સ્વસ્તિકનું ચિત્ર
ઘરમાં સ્વસ્તિકનનું ચિત્ર રાખવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેણે મા લક્ષ્મી અને ગણપતિનું પ્રતિક મનાય છે. સ્વસ્તિકનો અર્થ છે શુભ, અને તેણે ઘરમાં રાખવાથી પરિવાર, ધન અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
ગોમતી ચક્ર
ગોમતી ચક્ર જોવામાં સાધારણ પથ્થર જેવું લાગે છે, પરંતુ આ ચમત્કારિક હોય છે. તે ગોમતી નદીમાં જોવા મળે છે તેથી તેને એવું નામ આપવામાં આવ્યું છે. ગોમતી ચક્રને ઘરમાં રાખવાથી શત્રુ અવરોધો દૂર થાય છે. 11 ગોમતી ચક્રને પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે.
લધુ નાળિયેર
તિજોરીમાં નાનું નાળિયેર રાખીને અને દિવાળીના બીજા દિવસે તેને કોઈ નદી કે તળાવમાં વિસર્જિત કરવાથી દેવી લક્ષ્મીનો વાસ લાંબા સમય સુધી રહે છે. આ પછી બીજું નારિયેળ તિજોરીમાં રાખી શકાય છે. નાનું નારિયેળ ધન અને સમૃદ્ધિ જાળવવામાં મદદરૂપ થાય છે.
પોપટનું ચિત્ર અથવા મૂર્તિ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઉત્તર દિશામાં પોપટની તસવીર લગાવવાથી બાળકોને અભ્યાસમાં રસ વધે છે અને તેમની સ્મરણ શક્તિ પણ તેજ થાય છે. પોપટ પ્રેમ, વફાદારી, લાંબું આયુષ્ય અને સૌભાગ્યનું પ્રતિક છે. જો ઘરમાં કોઈ બિમારી, નિરાશા કે દરિદ્રતાનો અનુભવ થઈ રહ્યો છે તો પોપટની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો. તેનાથી સકારાત્મક ફેરફાર આવશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)