હરિપ્રસાદ સ્વામીની વારસાઈ પર ન્યૂઝીલેન્ડ કોર્ટનો ચુકાદો, આ સંત સંભાળશે જવાબદારી
Haridham Sokha temple controversy : વિદેશની ધરતી પર ચાલી રહેલી સોખડા મંદિરના સંતોનો વિવાદની લડાઈમાં હરિપ્રભોધમ પરિવારની જીત, તમામ જવાબદારીઓ હરીપ્રબોધમ પરિવાર ન્યૂઝીલેન્ડ સંભાળશે, હરિપ્રસાદ સ્વામીના શિષ્ય છે પ્રબોધ સ્વામી
Newzealand Court Judgement : હરિધામ સોખડાને ગુજરાતના ટોચના તીર્થક્ષેત્ર બનાવનાર હરિપ્રસાદ સ્વામીના બહ્મલીન થયા બાદ છેલ્લા ઘણા સમયથી સંતોના બે જૂથ વચ્ચે ગાદી અને મંદિરના વહીવટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં એક તરફ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીના ગુરૂભાઈ પ્રેમસ્વરૂપ સ્વામી છે તો બીજી તરફ હરિપ્રસાદ સ્વામીના શિષ્ય પ્રબોધ સ્વામી છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપદાસ સ્વામીની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારે બે સ્વામીનારાયણ સંતોની આધ્યાત્મિક વારસાની લડાઈ વિદેશની કોર્ટમાં પણ ચાલી રહી હતી. ન્યૂઝીલેન્ડની કોર્ટમા ચાલી રહેલા લડાઈના અંતે આખરો ચુકાદો હરિપ્રબોધ પરિવારના તરફે આવ્યો છે.
શું હતો વિવાદ?
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હરિપ્રસાદ સ્વામી પહેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હતાં. તેમણે વર્ષ 1971માં સોખડા ખાતે પ્રથમ 5 સંતોને દીક્ષા આપીને સંપ્રદાયની શરૂઆત કરી હતી. જો કે, જુલાઈ 2021માં હરિપ્રસાદસ્વામીના નિધન બાદ તેમના વારસદારની નિમણૂક માટે 2 સંતો (પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વામી) ના સમર્થકોએ પોતપોતાના ગુરૂને દાવેદાર તરીકે રજૂ કરતાં વિવાદ થયો હતો. આ વિવાદ એટલી હદે વકર્યો છે કે હવે 150 મોટા સંતોમાં પણ ભાગલા પડી ગયા છે અને મુખ્ય ગુરૂની ગાદી માટે પ્રબોધસ્વામી અને પ્રેમસ્વામીના ભક્તો 2 જૂથમાં વહેંચાઈ ગયા છે.
64 વર્ષમાં એવા પરચમ લહેરાવ્યા કે ગુજરાત બન્યું Model, દેશનું સુકાન ગુજરાતીઓના હાથમાં
ન્યૂઝીલેન્ડની કોર્ટ સુધી પહોંચ્યો મામલો
વડોદરાના હરિધામ સોખડા મંદિરના બે સંતોનો વિવાદ વિદેશમાં પહોંચ્યો હતો. હરિપ્રસાદ સ્વામીના અવસાન બાદ બે સંતો વચ્ચે આધ્યામિક વારસાઈ માટે લડાઈ ચાલતી હતી. બે સંતો વચ્ચેની લડાઈ અંગે વડોદરા કોર્ટમાં પણ પિટિશન દાખલ થઇ હતી. બે સંતોની કાયદાકીય લડાઈ ભારત સુધી સીમિત ન રહી, વિદેશ સુધી પહોંચી હતી. ન્યુઝીલેન્ડની હાઈકોર્ટમાં સોખડાના પ્રેમ સ્વરૂપસ્વામી જૂથ દ્વારા પિટીશન દાખલ કરાઈ હતી. યોગી ડિવાઇન સોસાયટી ન્યુઝીલેન્ડના સંચાલન, વહીવટ તેમજ સત્સગં કેન્દ્ર માટે પિટીશન દાખલ કરવામાં આવી હતી. જેમાં ન્યુઝીલેન્ડ હાઈકોર્ટે બંને પક્ષોની રજુઆતો સાંભળી હતી. બંને પક્ષોની દલીલો અને પુરાવાઓના મુલ્યાંકનના અંતે ન્યુઝીલેન્ડની હાઈકોર્ટ ચુકાદો આપ્યો છે.
કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : બિનહરીફ જાહેર થયેલી સુરત બેઠકની અરજી હાઈકોર્ટે નકારી
કોના તરફમાં જશે વહીવટ
સવા બે વર્ષ સુધી ચાલેલા કેસના અંતે હરિપ્રબોધ જૂથના સત્સંગીઓનો વિજય થયો છે. ન્યુઝીલેન્ડ યોગી ડિવાઇન સોસાયટી ટ્રસ્ટની તમામ સંસ્થાકીય અને વહીવટી જવાબદારી હરિપ્રભોધમ પરિવાર ન્યુઝીલેન્ડ સંભાળશે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2021 થી બે સંતો વચ્ચે ન્યુઝીલેન્ડ હાઇકોર્ટમાં કાયદાકીય તકરાર ચાલી રહી હતી.
હવે ગુજરાતમાં મોદીનો જાદુ ચાલશે, આજથી હોમગ્રાઉન્ડ પર બેટિંગ કરશે પ્રધાનમંત્રી મોદી