Nimbu Ke Totke: લીંબુનો ઉપયોગ જ્યોતિષશાસ્ત્રમાં, તંત્ર મંત્ર માં અને વાસ્તુશાસ્ત્રમાં પણ કરવામાં આવે છે. તમે ઘણી દુકાન અને ઘરની બહાર લીંબુ અને મરચાં લટકતા જોયા હશે. માન્યતા છે કે તેનાથી ઘરને ખરાબ નજર લાગતી નથી અને સુખ સમૃદ્ધિ વધે છે. શાસ્ત્રોમાં લીંબુ સાથે જોડાયેલા આવા કેટલાક ચમત્કારિક ટોટકા પણ જણાવવામાં આવ્યા છે. લીંબુના આ ઉપાય કરવાથી જીવનની ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકાય છે. બીમારી, નિષ્ફળતા, નજર દોષ, દરિદ્રતા સહિતની તકલીફોને લીંબુના ઉપાયોથી દૂર કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરની બહાર લીંબુનો છોડ કે ઝાડ હોય છે તે ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરતી નથી આવા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘરમાં ખુશાલી આવે છે. આ સિવાય કેટલાક અન્ય ઉપાયો પણ છે જેને કરવાથી વિવિધ પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકાય છે.


આ પણ વાંચો:


 


18 જુલાઈથી શરુ થશે પવિત્ર પુરુષોત્તમ માસ, જાણો અધિક માસમાં કેવી રીતે કરવી પૂજા


અદ્ભુત! ભારતના આ મંદિરમાં રોજ થાય છે ચમત્કાર, નિર્જીવ શરીરમાં ફુંકાય છે પ્રાણ


જાણો શિવ પૂજા કરવાના શાસ્ત્રોક્ત વિધાન, આ રીતે કરેલી પૂજાનું અચૂક મળે છે ફળ
 


બિઝનેસમાં સફળતા માટે


જો તમારા વેપાર ધંધામાં ઘણા સમયથી નુકસાની થઈ રહી હોય તો શનિવારના દિવસે એક લીંબુ લઈ તેને દુકાન કે ઓફિસની ચાર તરફની દિવાલ પર સ્પર્શ કરાવો. ત્યાર પછી તેના ચાર ટુકડા કરીને ચારે દિશામાં ફેંકી દો. આ ઉપરાંત શનિવારે તમે અન્ય એક ઉપાય પણ કરી શકો છો. તેના માટે એક લીંબુ અને ચાર લવિંગ હનુમાન મંદિરમાં લઈ જાઓ અને ક્યાં જઈને લીંબુની અંદર ચાર લવિંગ ને ખોશી દો. ત્યાર પછી હનુમાન ચાલીસા નો પાઠ કરો. વાત કર્યા પછી લીંબુ ને પોતાની સાથે લઈ જાવ અને દુકાન કે ઓફિસમાં રાખી દો.


સફળતા માટે


જો તમે મહેનત કરી રહ્યા હોય તેમ છતાં તમને ફળ મળતું ન હોય અને વારંવાર નિષ્ફળતા મળતી હોય તો એક લીંબુ લઈને તેને પોતાના ઉપરથી સાત વખત ઉતારો અને પછી તેના બે ટુકડા કરો. બંને ટુકડાને બંને હાથ વડે આસપાસ ફેંકી દો. આમ કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે.


નજર દોષ દૂર કરવા


જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને નજર દોષની સમસ્યા હોય તો લીંબુ ઉપયોગમાં લઈ શકાય છે. તેના માટે એક લીંબુ ને બે ટુકડામાં કાપી અને તેમાં થોડા કાળા તલ દબાવી દો. પછી બંને ટુકડાને જોડી તેની ઉપર કાળો દોરો બાંધી દો. હવે આ લીંબુ ને તે વ્યક્તિ ઉપરથી સાત વખત ઉતારો અને ઘરથી દૂર ફેંકી દો.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)