નવેમ્બર મહિનામાં અનેક મોટા ગ્રહોની સ્થિતિઓમાં ફેરફાર થશે જે કેટલીક રાશિઓ માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. ખાસ વાત એ છે કે નવેમ્બરમાં ગ્રહોના રાજકુમાર બુધ અને શુક્ર ગ્રહ બેવાર રાશિ પરિવર્તન કરશે. 3 નવેમ્બરે શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ શુક્રનું રાશિ પરિવર્તન 30 નવેમ્બરે તુલા રાશિમાં થશે. એ જ રીતે બુધ 6 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં અને 27 નવેમ્બરે બુધ ધનુ રાશિમાં પ્રવેશ કરશે. નવેમ્બરમાં બુધ અને શુક્રનું આ બેવાર રાશિ પરિવર્તન કઈ રાશિઓ માટે લાભકારી નિવડશે તે ખાસ જાણો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ
વૃષભ રાશિવાળાનો સ્વામી ગ્રહ શુક્ર છે. નવેમ્બરમાં શુક્રનું રાશિ પરિવર્તન વૃષભ રાશિવાળા માટે લાભકારી રહેશે. શુક્રના પ્રભાવથી તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે. ધનની આવક વધશે. પોઝિટિવ માહોલ બનશે. 


મિથુન રાશિ
બુધ મિથુન રાશિનો સ્વામી ગ્રહ છે. આવામાં બુધનું રાશિ પરિવર્તન મિથુન રાશિવાળા માટે શુભ પરિણામ લાવશે. નોકરીમાં વધારાની જવાબદારી મળી શકે છે. ધનલાભ થઈ શકે છે. બુધ ગોચરના પ્રભાવથી સુખદ સમાચાર મળી શકે છે. 


કન્યા રાશિ
કન્યા રાશિવાળા માટે બુધનું રાશિ પરિવર્તન ખુબ લાભકારી રહેશે. આ સમયગાળામાં તમને શૈક્ષણિક કાર્યોના સુખદ પરિણામ મળશે. માન સન્માનમાં વધારો થશે. ધાર્મિક સંગીતમાં રસ વધી શકે છે. મિત્રોનો સહયોગ મળશે. 


તુલા રાશિ
તુલા રાશિવાળા માટે શુક્ર ગ્રહ શુભ રહેશે. શુક્ર ગ્રહના પ્રભાવથી તુલા રાશિવાળાના જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે. નોકરીમાં ફેરફારના યોગ છે. પરિવારથી દૂર કોઈ અન્ય સ્થળની મુસાફરી થઈ શકે છે. ધન આગમનના રસ્તા બની શકે છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube