Shani: આ તારીખે જન્મેલા લોકો પર હોય છે શનિની વિશેષ કૃપા, દરેક કામમાં મળે છે સફળતા
અંકજ્યોતિષ અનુસાર મૂળાંકનો સંબંધ કોઈને કોઈ ગ્રહથી હોય છે. માન્યતા છે કે કેટલાક મૂળાંક પર શનિદેવની કૃપા થવાથી તેને ધન-સંપત્તિની કમી રહેતી નથી.
Numerology Number 8: અંકજ્યોતિષ અનુસાર કોઈ વ્યક્તિની બર્થ ડેટની મદદથી તેના ગુણ અને વ્યવહાર વિશે ઘણી વાતોનું અનુમાન લગાવી શકાય છે. જે રીતે દરેક નામ અનુસાર રાશિ હોય છે તે રીતે દરેક નંબર અનુસાર અંક જ્યોતિષમાં મૂલાંક હોય છે અને રાશિઓની જેમ દરેક મૂળાંકનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે. કોઈ વ્યક્તિની જન્મ તારીખને એકમ અંક જોડો અને ત્યારે જે સંખ્યા આવશે, તેને તમારો મૂળાંક કહેવામાં આવશે. તો જ્યારે તમે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષને એકમ અંક સુધી જોડો ત્યારે જે સંખ્યા આવશે તેને ભાગ્યાંક કહેવામાં આવશે. ઉદાહરણ માટે 8, 17 અને 26ના જન્મેલા લોકોનો મૂળાંક 8 થાય છે. જ્યોતિષમાં મૂળાંક 8ને શનિનો અંક માનવામાં આવ્યો છે. આ મૂળાંક પર શનિદેવની વિશેષ કૃપા હોય છે અને તેને જીવનમાં ખુબ સફળતા મળે છે. આવો જાણીએ કયાં જાતકો પર શનિદેવ મહેરબાન રહે છે....
ડેટ ઓફ બર્થ 8- મૂળાંક 8ના લોકો ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. તે પોતાની વાત કોઈ સાથે સરળતાથી શેર કરતા નથી. તેને સમજી શકવા મુશ્કેલ હોય છે. આ ખુબ મહેનત અને લગનની સાથે લક્ષ્યો પર સફળતા હાસિલ કરે છે, પડકારમાં મજબૂત રીતે સામનો કરે છે અને કોઈ કામ અધુરૂ છોડતા નથી, પરંતુ ઘણીવાર ભાવુકતાને કારણે તેણે જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચોઃ Guru Gochar 2024: 30 એપ્રિલ 2024 સુધી આ રાશિઓની ચાંદી જ ચાંદી, ગુરુ કરાવશે બંપર લાભ
ડેટ ઓફ બર્થ 17- જે લોકોની જન્મ તારીખ 17 હોય છે, તેનો મૂળાંક પણ 8 હોય છે. 17 જન્મતારીખ હોય તેના પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. અંકજ્યોતિષ અનુસાર તેને યાત્રા કરવાનો શોખ હોય છે. પોતાના વિચારોમાં સ્પષ્ટતા માટે જાણીતા છે. તે પોતાના કાર્યોને મહેનત અને લગન સાથે પૂરા કરે છે. પરંતુ તેની કામ કરવાની સ્પીડ ધીમી હોય છે.
ડેટ ઓફ બર્થ 26- કોઈ મહિનાની 26 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 થાય છે. 26 બર્થડેટ વાળામાં ધૈર્ય ખુબ હોય છે. આર્થિક મામલામાં પણ ભાગ્ય તેનું સાથ આપે છે. તેવામાં લોકો આર્થિક નિર્ણય ખુબ સમજદારીથી લે છે અને ખોટી વસ્તુ પર ખર્ચ કરવાનું પસંદ કરતા નથી. નોકરી-કારોબારમાં તેને ધીમે ધીમે સફળતા મળે છે, પરંતુ તે દરેક કામમાં સફળ જરૂર થાય છે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય અને સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube