Numerology Rashifal : જે રીતે રાશિ ચક્રમાં રાશિઓ દ્વારા કોઈ વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે અનુમાન લગાવી શકાય છે. તેમ અંકજ્યોતિષમાં અંકોનું ખુબ મહત્વ છે. માન્યતા છે કે દરેક અંકનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે. પોતાનો મૂળાંક કાઢવા માટે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષના આંકડાને સિંગલ અંક સુધી જોડો અને ત્યારે જે સંખ્યા આવશે તે તમારો મૂળાંક હશે. ઉદાહરણ તરીકે મહિનાની 1, 10, 19 અને 28 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 1(1+0 =10, 1+9=10, 2+8 =10) હશે. ન્યૂમોરોલોજી દ્વારા વ્યક્તિના લગ્ન જીવન વિશે ઘણી રસપ્રદ વાતો જાણી શકાય છે. વ્યક્તિનો મૂળાંક તેના લવ અને અરેન્જ મેરેજ વિશે જણાવે છે. આવો મૂળાંકથી જાણીએ તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળાંક 1: કોઈ મહિનાની 1, 10, 19 અને 28 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 1 હોય છે. તે પ્રેમના મામલામાં ખુબ શરમાળ હોય છે. તે સરળતાથી પોતાની ફીલિંગ્સ કોઈને શેર કરી શકતા નથી, ક્યારેય પોતાના પ્રેમને વ્યક્ત કરી શકતા નથી. તેથી લવ મેરેજ તેના માટે થોડા મુશ્કેલ હોય છે. 


મૂળાંક 2: કોઈ મહિનાની 2, 11 અને 20 તારીખે જન્મેલા લોકો પોતાની મરજીના માલિક હોય છે. પ્રેમના મામલામાં તે દિલ નહીં મગજથી વિચારે છે. તે સમજી-વિચારી પ્રેમમાં પડે છે, પરંતુ લવ મેરેજ કરવાનો પૂરો પ્રયાસ કરે છે. 


મૂળાંક 3: કોઈ મહિનાની 3, 12, 21 અને 30 તારીખે જન્મેલા લોકો ડોમેનેટિંગ નેચરના હોય છે. તેનો સ્વામી ગ્રહ ગુરૂ હોય છે. તેના પ્રેમ લગ્નની શક્યતા વધુ હોય છે. 


મૂળાંક 4: કોઈ મહિનાની 4, 13, 22 અને 31 તારીખે જન્મેલા લોકોના સ્વામી ગ્રહ રાહુ હોય છે. કહેવામાં આવે છે કે તે સંબંધમાં એકથી વધુ રિલેશન બનાવે છે. લવ લાઇફમાં વધુ સીરિયસ હોતા નથી. સંબંધોમાં લોયલ હોતા નથી. જેનાથી લવ મેરેજ ખુબ ઓછા કરી શકે છે. 


મૂળાંક 5: મહિનાની 5, 14 અને 23 તારીખે જન્મેલા લોકો પ્રેમના મામલામાં વધુ ભાગ્યશાળી હોતા નથી. સાથે તે ઘરની સંસ્કૃતિ અને પરંપરાનું પાલન કરે છે અને પોતાના પરિવારજનોની સહમતિથી લગ્ન કરે છે. 


આ પણ વાંચોઃ 365 દિવસ બાદ માલવ્ય રાજયોગ બનશે, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે અપાર વધારો


મૂળાંક 6: 6, 15 અને 24 તારીખે જન્મેલા લોકોનો સ્વામી ગ્રહ શુક્ર હોય છે. તે પ્રેમના મામલામાં ખુબ ભાગ્યશાળી હોય છે. તેના લવ મેરેજ પણ સફળ થાય છે, પરંતુ ઘણીવાર લવ અફેરને કારણે તે પોતાના સાથી ગુમાવી દે છે. 


મૂળાંક 7: કોઈને કોઈ મહિનાની 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકો ખુબ શરમાળ અને સંકોચી પ્રકારના હોય છે. આ મૂળાંકના લોકોનો સ્વામી ગ્રહ કેતુ હોય છે. લવ મેરેજમાં તેને રસ હોય છે, પરંતુ મેરેજ સાથે જોડાયેલા નિર્ણય લેવામાં કન્ફ્યુઝન અનુભવે છે. 


મૂળાંક 8: મૂળાંક 8ના લોકોને શનિનો નંબર ગણવામાં આવે છે. તે સંબંધોમાં ખુબ લોયલ હોય છે. સંબંધ સાથે જોડાયેલા નિર્ણયો સમજી-વિચારીને કરે છે. વધુ પ્રેમમાં પડતા નથી, પરંતુ તેના લવ મેરેજ સફળ થાય છે. 


મૂળાંક 9: મૂળાંક 9ના લોકો પ્રેમના મામલામાં વધુ રસ લેતા નથી. તે લવ મેરેજથી બચે છે અને તેનું ધ્યાન અરેન્જ મેરેજ પર હોય છે. 


ડિસ્ક્લેમરઃ આ લેખમાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.