શનિ ભગવાન જેમની પર રીજી જાય એમને બહુ જ મોટો ફાયદો કરાવે છે. અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ વ્યક્તિની જન્મતારીખનું વિશ્લેષણ કરીને તેના વૈવાહિક જીવન, કરિયર અને વ્યક્તિત્વ વિશે જાણકારી મેળવી શકાય છે. કારણ કે જન્મતિથિનો જે મૂળાંક બને છે તેનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે. અહીં અમે 8 મૂળાંક વિશે વાત કરવાના છીએ જેનો સંબંધ શનિદેવ સાથે હોવાનું કહેવાય છે. આ અંક સાથે જોડાયેલા લોકો રાજનેતા અને મોટા  કલાકાર ગણાય છે. આ સાથે જ આ લોકો મહેનતુ અને કર્મઠ હોય છે. આ લોકો તમામ કાર્યો સમયસર પૂરા કરવાનું પસંદ કરે છે. જાણો મૂળાંક 8 વાળા લોકોની વિશેષતાઓ અને ખુબીઓ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટા રાજનેતા અને કલાકાર બને
મૂળાંક 8 એટલે કે તમારી જન્મતારીખનો સરવાળો (જેમ કે 26 તારીખે જન્મ હોય તો 2+6=8) 8 હોય, જેમનો જન્મ કોઈ પણ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો હોય તેવા લોકો મોટા રાજનેતા અને કલાકાર બને છે. આ સાથે જ આ લોકો સારા વિચારક હોય છે. આ લોકો રિસર્ચમાં સારું નામ કમાય છે. દેખાડો  બિલકુલ પસંદ હોતો નથી. આ સાથે જ ભાગ્ય કરતા કર્મ પર વધુ  વિશ્વાસ ધરાવે છે. આ લોકોને  કાર્યોમાં બેદરકારી બિલકુલ પસંદ હોતી નથી. પોતાનું કામ સમયસર પૂરું કરે છે. આ લોકો સેવિંગ્સ કરવામાં નિપુણ હોય છે. સમાજમાં ખુબ માનસન્માન પ્રતિષ્ઠા મેળવે છે. 


દરેક પરિસ્થિતિમાં ઢળી જાય છે
અંક શાસ્ત્ર મુજબ જે લોકોનો મૂળાંક 8 હોય છે તેવા લોકો પરિસ્થિતિ મુજબ પોતાને ઢાળી દે છે. આવા લોકો વિપરિત પરિસ્થિતિઓમાં પણ શાંત રહે છે. આ લોકોને જીવનમાં સફળતા થોડી મોડી મળે છે એટલે કે લગભગ 35 વર્ષ બાદ જીવનમાં કઈક મોટું કરી શકે છે. આ લોકો ન્યાયપ્રિય હોય છે. 


આ ક્ષેત્રોમાં મળે છે સફળતા
મૂળાંક 8 સંબંધિ લોકોને શનિદેવ સંલગ્ન કરિયર અને વેપારની પસંદગી કરવી જોઈએ. આથી આવા લોકો એન્જિનિયર, ઈલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, તેલ, પેટ્રોલપંપ, રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન, અને લોઢાની વસ્તુઓ સંબંધિત વેપાર કરે તો નિશ્ચિત સફળતા મળશે. આ સાથે જ આ લોકો પ્રાઈવેટ કંપનીમાં જોબ કરે તો સારી સફળતા મળશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube