આ 4 તારીખે જન્મેલા લોકો પર સૂર્ય દેવ રહે છે મહેરબાન, રાજા સમાન જીવે છે જિંદગી
મૂળાંક 1 અંતર્ગત જન્મેલા લોકોની ઘણી ખુબીઓ હોય છે, જે તેને બીજા લોકોથી અલગ બનાવે છે. જાણો તે મૂળાંક વિશે.
Numerology Number 1: અંક જ્યોતિષમાં દરેક અંકનો પોત-પોતાનો અર્થ અને મહત્વ હોય છે. તે 9થી 9 અંકની સંખ્યાઓ વિશે જણાવે છે. આ સંખ્યાઓમાં ઉર્જા, તાકાત તથા પોઝિટિવિટી હોય છે. અંક જ્યોતિષના જાણકાર, જન્મતિથિની આધાર પર કોઈપણ વ્યક્તિના ગુણ, સ્વભાવ, વ્યક્તિત્વ, લવ લાઇફ, કરિયર અને ભવિષ્યફળનો અંદાજ લગાવે છે. તો આજે અમે તમને મૂળાંક 1 વિશે વાત કરી રહ્યાં છીએ. સૌથી પહેલા જાણો કઈ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 1 હોય છે.
જે લોકોનો જન્મ કોઈ મહિનાની 1 તારીખ કે 10 (1+0=1), 19 (1+9=1), 28 (2+8=1) જન્મ થાય છે તો તે મૂળાંક 1થી સંબંધિત હોય છે. તેના પર ગ્રહોના રાજા સૂર્યનું આધિપત્ય હોય છે. સિંહ રાશિના સ્વામી પણ સૂર્ય છે.
મૂળાંક 1 વાળા જાતકોનો સ્વભાવઃ મૂળાંક 1ના જાતકો સામાન્ય રીતે દ્રઢ નિશ્ચયી અને આદેશ આપનાર સ્વભાવ વાળા હોય છે. તેમાં સારો કંટ્રોલ અને લીડરશિપ ક્વોલિટી સારી હોય છે. આ લોકો આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. આ મૂળાંક પર સૂર્યનો પ્રભાવ હોવાને કારણે તેના પર કોઈ શાસન કરવાનો પ્રયાસ કરી શકતા નથી.
તે કોઈને અધીન કામ ન કરી શકે કારણ કે તે ખુદની સાથે વધુ સહજ હોય છે અને જ્યારે તે કમાન્ડિંગ સ્થિતિમાં હોય છે તો આ લોકો ખુબ સારૂ કામ કરે છે. તે પોતાની લાઇફ બનાવે છે અને રાજાની જેમ ચાલે છે. તેને કોઈ ફેર પડતો નથી કે કોણ કયાં જઈ રહ્યું છે પરંતુ તે જાણે છે કે જયાં જવાનું છે અને શું કરવાનું છે.
આ જાતકોમાં હોય છે ખુબીઓઃ આ લોકો ખુબ ક્રિએટિવ, કરિયરને લઈને ફોકસ રાખનાર, તાકાતવર, આત્મનિર્ભર તથા આકરી મહેનત કરનાર હોય છે અને જીવનમાં હંમેશા સ્પષ્ટતા રાખે છે.
કેવું રહે છે કરિયરઃ આ લોકો ખુબ મહેનતી હોય છે અને જે પણ કરે છે તેમાં પોતાનું સારૂ આપવાનો પ્રયાસ કરે છે. તે એક સારા રાજનેતા, નેતા, સરકારી વિભાગના અધિકારી બની શકે છે. ત્યાં સુધી કે તે સારા વેપારી પણ બની શકે છે.
શુભ રંગઃ તેનો શુભ રંગ છે, પીળો, લાલ, નારંગી અને ભૂરો.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.