Year 2025: 1 થી 9 અંક ભાગ્યાંક સાથે  જન્મેલ વ્યક્તિ ઓ માટે વર્ષ 2025 ઘણું શુભ - અશુભ રહેશે  આ અંગે વધુ માહિતી આપતા ગુજરાત ના પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યુ કે  નૂતન વર્ષ 2025  ( 2+0+2+5=9 )જેનો વર્ષ આંક  9 થાય છે  અંકશાસ્ત્ર અનુસાર વર્ષ 2025 સેનાપતિ ગ્રહ મંગળ નું છે કેમ કે 1 થી 9 અંકમાં 9 નું આધિપત્ય  મંગળ ધરાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલે આ સમગ્ર વર્ષ પર સૌથી વધારે અસર મંગળ ગ્રહની રહેશે જેના પ્રભાવ તળે દુનિયામાં ઘણા મોટા ફેરફારો આવે ઘણી એવી બાબતો બને કે અચાનક આકસ્મિક આ શું થઈ ગયું તેવું લોકોને થાય કેમ કે મંગળ આક્રમકતા નો ગ્રહ છે જે કંઈ પણ ઘટના બનશે તે આકસ્મિક અને તોફાની બનશે   


અંક શાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર માં  મંગળને લોહી યુદ્ધ  મોટા ચડાવ ઉતાર તેમજ  તોફાનોનો  કારક ગ્રહ  કહેલ છે, જે અનુસાર વર્ષ 2025 સામાન્ય નહીં હોય. તમામ ક્ષેત્રમાં યુદ્ધકારક ચડાવ ઉતાર ઘર્ષણ જેવી સ્થિતિ આપણને દેખાય ચાહે કોઈ બે દેશ વચ્ચેના તણાવની સ્થિતિ હોય તે વધુ આક્રમક અને લોહિયાળ બની શકે છે. દુનિયાના બજારો અને ઇકોનોમીમાં બહુ મોટા ફેરફારો દેખાય શકે છે. મંગળની  સીધી અસરથી  ક્રૂડ ઓઇલ સોના ચાંદી કોમોડિટીના બજારો  તેમજ ભારત સહિત અમેરિકા જર્મની બ્રિટન જાપન રસિયા  ઇઝરાઇલ જેવા આગેવાન શેરબજારોમાં ખૂબ જ મોટા ચઢાવ ઉતાર આવે તો નવાઈ નહિ. જેની સીધી અસર  સામાન્ય જન માનસને પણ નુકશાની પહોંચી શકે. 


 ક્રૂડના ભાવમાં આ વર્ષે ખૂબ મોટી વધઘટ જણાય મોટે ભાગે તેમાં તેજી થતી જણાય. અત્યારે વર્તમાન સમય ક્રૂડ ઓઇલ બેરલનો ભાવ લગભગ 70 ડોલરની આજુબાજુ ચાલી રહ્યો છે તે 100 કે 125 થઈ જાય તો નવાઈ નહીં.


સોનાના ભાવ હાલમાં 76, 77000ની આજુબાજુ ચાલે છે તેમાં હજુ પણ નાની મોટી તેજી થઈ જાય અને ત્યારબાદ મોટી મંદી થઈ જાય તો નવાઈ નહીં અને તેમાં ભાવ 60,000ની નીચે જતા રહે મોટા મંદીના જોકા આવી શકે.


અમેરિકાનું શેર બજાર પણ  ખૂબ જ ઊંચાઈ પર ચાલી રહ્યું છે અમેરિકાનું ડાઉજોન્સ ઇન્ડેક્સ 42,43000 ની આસપાસ ચાલે છે જ્યારે  નાસડેક ઇન્ડેક્ષ 19500 , આસપાસ ચાલે છે. જેમાં પણ મોટા ઉછાળા આવી મોટા ઘટાડા આવશે. જે તેના વાર્ષિક ન્યૂનતમ લેવલને તોડી શકે છે એટલી મોટી મંદી આવી શકે. જેમાં  ડાઉજોન્સ 36000, નાસડેક 13000 આવી જાય તો નવાઈ નહિ. 
તેવી જ રીતે ભારતીય સૂચક આંક શેર બજારનો ઇન્ડેક્સ 78000 આસપાસ ચાલે છે જે પોતાની ઊંચાઈ 85000 નજીક જઈ હું તો ઘટાડો આપી શકે છે જેમાં 70,000 નું લેવલ તૂટી શકે  આમ મંગળનું વર્ષ 2025 મહદ અંશે મોટા ચડા ઉતાર અને ઘટાડા વધારાનું હશે.
     
 2025 વર્ષ નો આક 9 આવે છે જે મંગળ નો ગણાય તેથી તેની શુભ અશુભ અસર આ વર્ષ માં રહેશે દરેક ને પોતાના ભાગ્યાંક અનુસાર જો 9નો અંક પ્રભાવ માં લેશે  નવ અંક જે અંક સાથે અનુકૂળ થતો હશે તેને લાભ જેની સાથે બિન અનુકૂળ હશે તેને નુકસાન 


જાણો  તમને અનુકૂળ છે કે બીન અનુકૂળ?
ભાગ્યાંક શોધવા માટે જન્મ તારીખ + જન્મ માસ+ જન્મ વર્ષ નો સરવાળો = ભાગ્યાંક થાય જેમકે કોઈ નો જન્મ 4-5-2005 ના રોજ થયો હોય તો 4+5+2+5=16=1+6=7 ભાગ્યાંક ગણાય 


1 અંક અધિપતિ સૂર્ય
જે લોકોનો ભાગ્યાંક 1 હશે ના માટે આ વર્ષ ખૂબ જ સોનેરી તકો લઈને આવેલું હશે કેમ કે એક અંક અને નવ અંકને જબરજસ્ત તાલમેલ અને મૈત્રી છે જેથી વર્ષ પર્યંતમાં એક અંક ધરાવનાર લોકોને વેપાર ધંધા નોકરી અને અભ્યાસમાં તમામ જગ્યાએ ખુબ જ સફળતા મળે તેવા યોગ બને છે સાથે સત્તા અને કીર્તિ પણ મળે આર્થિક પાસો મજબૂત બને ભાગ્યોદય જેવી તક મળે.


2 અંક અધિપતિ ચંદ્ર
જે લોકો ભાગ્યાંક 2 ધરાવે છે તેમના માટે પણ વર્ષ શુભ રહેવાનું છે. કેમ કે અંક બે અને અંક 9 એકબીજાને અનુકૂળ છે. અંક બે ચંદ્રનો છે જેની સાથે મંગળનો અંક ઘણા શુભકામેલ ધરાવે છે .જેથી અંક 2 વ્યવસાય ધંધા નોકરીમાં સાથ સહકાર મળે તમામ જગ્યાએ અનુકૂળતાઓ ઊભી થાય. સંબંધોમાં મીઠાશ વધે જે લોકો અડચાણો ઊભી કરતા હતા તે જ લોકો સાથ સહકાર આપે એકંદરે વર્ષ સારું રહે.


3 અંક અધિપતિ ગુરુ 
જે લોકોનો ભાગ્યાંક 3 છે ગુરુના સાનિધ્યમાં જન્મ્યા છે અને અંક નવને પણ જબરજસ્ત તાલમેલ છે. ગણિતની દ્રષ્ટિએ પણ 3×3 ત્યારે 9 આવે આમ 3 અંક વાળાને ત્રણ બાજુથી લાભ થવાનો આર્થિક શારીરિક અને માનસિક તમામ જગ્યાએથી વર્ષ તેમના માટે શુભ રહેવાનું છે. નોકરી વ્યવસાયમાં ગણિત પ્રગતિ થશે લગ્ન ઇચ્છુ કોના લગ્ન થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવનારને સંતાન પ્રાપ્ત થઈ શકે છે. એકંદરે ઘણું શુભ ગણી શકાય તેવું વર્ષ રહેશે.


4 અંક આધિપતિ રાહુ
ભાગ્યાંક 4  ધરાવનાર માટે પણ વર્ષ સારું રહેશે કેમ કે અંક 4 અને અંક 9ને એકબીજા સાથે શુભ સંબંધ અને અનુકૂળતાઓ છે. અંગશાસ્ત્રની દ્રષ્ટિએ અંક 4 જેને રાહુનો આંક મનાય છે જે માનવીને આકસ્મિક તકો ખૂબ આપે છે આવું જ આ વર્ષે પણ બની શકે છે નોકરી વ્યવસાયમાં ઘણી આકસ્મિક તક મળે વિદેશ જવાની ઈચ્છા હોય તો પૂરી થાય એકંદરે વર્ષ લાભ દાઈ જ રહેશે.


5 અંક અધિપતિ બુધ
જે જાતકો ભાગ્યાંક 5 ધરાવે છે તેમને માટે કઠિન વર્ષ રહેવાનું છે અંક પાંચને દૂધનો અંક માનવામાં આવે છે. અંકશાસ્ત્ર અનુસાર 5 અંક અને 9 અંકને ગાઢ શત્રુતા છે જેથી આ વર્ષ 5 ભાગ્યાંક ધરાવનાર માટે મુસીબતો તકલીફો અને આફતોનું ગણી શકાય. વેપાર ધંધા નોકરીમાં ઘણી ઉથલપાથલ થાય તકલીફોનો સામનો કરવો પડે આર્થિક સમસ્યા કે આર્થિક તંગીનો અનુભવ થાય સંબંધોમાં વહેવાર ભાવ જન્મે લડાઈ ઝઘડા કોટ કચેરી થઈ શકે એકંદરે બોલવા પર કાબુ રાખી શાંતિથી સમય પસાર કરવો. 


6 અંક અધિપતિ શુક્ર
ભાગ્યાંક 6 ધરાવનાર વ્યક્તિ શુક્રના પ્રભાવમાં જન્મેલ હોવાથી ઘણા મોજીલા વૈભવી સુખવાળા હોય છે. તેમને માટે આ વર્ષ અનેક પ્રકારની સવલતો વાળું ગણાય કેમ કે અંક છો અને અંક 9ની વચ્ચે પણ ઘાઢ મૈત્રી છે. જેથી અંક 6 ધરાવનાર લોકોને આ વર્ષે જગ્યાએ મિત્રો અને સાથિયો મળવાના લોકો તમને સપોર્ટ કરવાના છે. નોકરી ધંધામાં પણ ઘણી તકો મળશે. એક લાભ થશે પ્રમોશન બાકી હશે તો થઈ જશે. લગ્નના યોગ કે સગપણના યોગ પણ થાય એકંદરે વર્ષ શુભ રહેશે.


 ભાગ્યાંક 7  અધિપતિ કેતુ 
ભાગ્યાંક 7 જેને કેતુનો આંક ગણવામાં આવે છે જેને ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. જે ચાહે છે તે મેળવી લે તેવા લોકો છે તેમને માટે  મંગળના 9 અંકનું વર્ષ ખૂબ અનુકૂળ અને લાભદાયી રહેવાનું છે. અંક 7 અને અંક 9ને પણ જબરજસ્ત મિત્ર તા વાળો સંબંધ છે જેથી આ વર્ષે  ખૂબ સફળતો  મળવાની છે. નોકરી વ્યવસાય અભ્યાસ કે કોઈ શોધ કે સિદ્ધિ હાંસિલ કરવા ઇચ્છતા હો તો તે પણ થઈ શકે છે. આર્થિક રીતે પણ આકસ્મિક લાભ થવાના છે એકંદરે વર્ષ શુભ રહેશે.


8 અંક અધિપતિ શનિ 
ભાગ્યાંક 8 જેને શનિ નો અંક ગણવામાં આવે છે અંકશાસ્ત્રની દ્રષ્ટિએ અંક 8 અને અંક 9 વચ્ચે ગાઢ શત્રુતા છે. જેથી ભાગ્યાંક આઠ ધરાવનાર માટે આ વર્ષ તકલીફો અને આફતોનું ગણી શકાય લોકો તેમના કાર્યોમાં વિઘ્નો નાખે વારે ઘડીએ કાર્યો રોકાઈ જાય નોકરી વ્યવસાયમાં તકલીફ અને સમસ્યા આવે ક્યારેક મોટી નુકસાનીનો પણ સામનો કરવો પડે. સંબંધોમાં તકરાર થાય  લગ્ન કે વિવાહ ની ઈચ્છા ધરાવનાર લોકોના જીવનમાં પણ વિલંબ અનુભવાય એકંદરે વર્ષ શાંતિથી સમય પસાર કરવાનું ગણી શકાય.
 
ભાગ્યાંક 9 અધિપતિ મંગળ 
જે લોક ભાગ્યાંક 9 ધરાવનાર છે તેમના તેમના માટે છેલ્લા દસ વર્ષમાં સૌથી શ્રેષ્ઠ સમય કહી શકાય તેવું વર્ષ ગણાય. નવ અંક ધરાવનારને નોકરી વ્યવસાય ધંધા ગૃહ જીવન અભ્યાસ તમામ ક્ષેત્રે ન ધારેલી સફળતા મળવાની છે સમય એકંદરે ખૂબ શુભ અને ભાગ્યશાળી રહેવાનો છે આર્થિક લાભ પણ થવાના છે શુભ અને માંગલિક પ્રસંગો આવવાના છે  આર્થિક પાસો મજબૂત બનવાનું છે.  


આઝાદ ભારત 15-8-1947 (8 ભાગ્યાંક ) અને મૂલાંક 6 
હોવાથી ભાગ્યાંક પ્રમાણે અશુભ અને મૂલાંક પ્રમાણે શુભ જેથી મિશ્ર ફળ વાળું વર્ષ રહેશે 


વડા પ્રધાન નરેન્દ્ર મોદી જન્મ તારીખ 17+9+1950 =32 =3+2 =   5 બુધ નો ભાગ્યાંક) 17 તરિખ મુજબ 8 મૂળાંક જે શનિ નો છે ભાગ્યાંક અને મૂલાંક બંને અંક 5 અને 8 વર્ષ 2025 ના 9 અંક સાથે ગાઢ શત્રુતા ધરાવે છે બિન અનુકૂળ છે જે થી વર્ષ 2025 વડાપ્રધાન મોદી માટે નકારાત્મક કે બીન અનુકૂળ રહેશે તમામ જગ્યાએ કઠિનાઈ અને સમસ્યાઓ ઊભી થઈ શકે 


રાહુલ ગાંધી જન્મ તારીખ 19+6+ 1970  = 33= 6 શુક્ર નો અંક  તારીખ 19 મુજબ 1 મૂલાંક  છે જે વર્ષ 2025 ના અંક 9 સાથે  આ બંને અંક મૈત્રી ધરાવે છે જેથી તેમને માટે વર્ષ શુભ રહેશે રાજકીય સફળતા મળતી જણાશે. ગુજરાત ના પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલ