Hanuman Jayanti Upay: ચૈત્ર મહિનાની પૂનમના દિવસે હનુમાનજી નો જન્મ થયો હતો. તેથી આ દિવસે દર વર્ષે દેશભરમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે હનુમાન જયંતીના દિવસે ખાસ સંયોગ રચાયા છે જેમાં સાચા મનથી હનુમાનજીની પૂજા કરવાથી પૂજા જલ્દી સ્વીકાર થાય છે. હનુમાનજીની પૂજા કરતી વખતે તેમને પાંચ વસ્તુઓ અર્પણ કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે. આ વસ્તુઓ અર્પણ કરવાથી તેઓ ભક્તો ઉપર પ્રસન્ન થાય છે અને તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુલાબનું ફૂલ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીની પૂજામાં કોઈ પણ ફૂલ અર્પણ કરી શકાય છે પરંતુ ગુલાબનું ફૂલ હનુમાનજીને પ્રિય છે આ ફૂલ અર્પણ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. ગુલાબના ફૂલની માળા અર્પણ કરવાથી હનુમાનજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે 


આ પણ વાંચો: 


હનુમાન જયંતિ આ લોકો માટે બની જશે ખાસ, જીવનમાં આવેલા સંકટ હરશે સંકટમોચન


12 વર્ષ પછી સર્જાશે આ બે બળવાન ગ્રહોની યુતિ, 12માંથી 3 રાશિના લોકોને થશે લાભ


તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે શનિ, રાહુ-કેતુની દ્રષ્ટિ, ગુરુવારે કરી લેજો આ ઉપાય


હરશૃંગારનું અત્તર


જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીની પૂજામાં અત્તરનો ઉપયોગ કરવો જ જોઈએ. ખાસ કરીને જો તમે હરશૃંગારના ફૂલમાંથી બનેલું અત્તર હનુમાનજીને ચડાવો છો તો હનુમાનજીની કૃપા તમારા ઉપર જળવાઈ રહેશે.


મીઠું પાન


ધાર્મિક ગ્રંથો અનુસાર હનુમાનજીને પૂજામાં મીઠું પાન પણ ચડાવવામાં આવે છે. આ પાનમાં સોપારી, ચૂનો જેવી વસ્તુઓ હોતી નથી. હનુમાનજીને મીઠું પાન ધરાવી અને પ્રાર્થના કરવાથી જીવનમાં આવેલા સંકટ દૂર થાય છે.


ગંગાજળ થી અભિષેક


જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીની પૂજા કરતી વખતે તેમનો અભિષેક પણ કરવો જોઈએ. તેમનો અભિષેક ગંગાજળ થી કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.


ચુરમાના લાડુનો ભોગ


હનુમાનજીની પૂજા કર્યા પછી તેને ભોગ લગાડવાનું હોય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો શુદ્ધ ઘી માંથી બનેલા ચૂરમાના લાડુનો ભોગ ધરાવવો જોઈએ. પરંતુ ચૂરમાના લાડુ સંપૂર્ણ શુદ્ધતા સાથે બનાવેલા હોવા જોઈએ.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)