Mahashivratri 2023: ભગવાન શિવને સમર્પિત મહાશિવરાત્રીનો તહેવાર ગણતરીના દિવસોમાં આવશે. આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી અને શનિવારના રોજ ઉજવાશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રીનો તહેવાર આ વર્ષે ખૂબ જ ખાસ થવાનું છે કારણ કે આ દિવસે અદભુત ત્રિગ્રહ યોગ સર્જાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

17 જાન્યુઆરી 2023 ના રોજ શનિ ગ્રહનો કુંભ રાશિમાં પ્રવેશ થયો હતો. 13 ફેબ્રુઆરીએ સૂર્ય પણ આ રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી 18 ફેબ્રુઆરીએ શનિ અને સૂર્ય સાથે ચંદ્ર પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તેના કારણે એક રાશિમાં શનિ સૂર્ય અને ચંદ્ર સાથે હશે તેના કારણે ત્રિગ્રહ યોગ સર્જાશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ત્રણ ગ્રહ એક સાથે એક રાશિમાં હોય તેવી સ્થિતિ ખૂબ જ દુર્લભ હોય છે અને આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે આ દુર્લભ સંયોગ રચાશે. જેના કારણે આ વર્ષની શુભરાત્રી ચાર રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ બની જશે. આ રાશિના જાતકોને ધનલાભ થશે.


મેષ
મેષ રાશિના જાતકો ઉપર ભગવાન શિવની કૃપા રહેશે. જ્યોતિષશાસ્ત્રનું માન્ય તો ભગવાન શિવની સૌથી પ્રિય રાશિ મેષ રાશિ છે. તેવામાં શિવરાત્રી પર ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિના જાતકોની દરેક ઈચ્છા પૂરી થશે. આ પવિત્ર દિવસે ભગવાન શિવનો જળાભિષેક કરવાથી મેષ રાશિના જાતકોના અટકેલા કામ પુરા થશે. 


આ પણ વાંચો :


મહાશિવરાત્રીના દિવસે મહાદેવની પૂજા કરો ત્યારે કરી લેજો આ ઉપાય, મનની ઈચ્છા થશે પુરી


ગરીબી દૂર કરે તેવા છે આ લાલ કિતાબના અચૂક ઉપાય, દરિદ્રતાથી સો ટકા મળશે મુક્તિ


વૃશ્ચિક 
વૃશ્ચિક રાશિના લોકો ઉપર પણ શિવજીની કૃપા રહેશે આ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે અને મહાશિવરાત્રી પર શિવલિંગ પર જળ અર્પણ કરવાથી તેમનો ભાગ્યોદય થશે. આ રાશિના જાતકોનો શત્રુ ભય દૂર થશે અને માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય સુધરશે.


મકર 
મકર રાશિના સ્વામી શનિદેવ છે. શનિ ભગવાન શિવના પરમ ભક્ત છે અને સૂર્યપુત્ર પણ છે સાથે જ ચંદ્ર અને સૂર્ય સાથે શનિનો સહયોગ મહાશિવરાત્રી પર મકર રાશિના જાતકોને શુભ પરિણામ આપશે. આ રાશિના જાતકોને લાભ થશે અને ઘર પરિવારમાં સુખ સંપત્તિ વધશે.


કુંભ 
મહાશિવરાત્રીના દિવસે કુંભ રાશિના લોકોને પણ લાભ થવાનો છે આ દિવસે ભગવાન શિવનો જળાભિષેક કરવાથી અને દાન પુણ્ય કરવાથી તેમને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે. આ રાશિના જાતકોને કારકિર્દી, શિક્ષા, સ્વાસ્થ્ય અને આર્થિક ક્ષેત્રે શુભ પરિણામ પ્રાપ્ત થશે.