Lizard Falls: ઘણીવાર એવું થાય કે છત પર ફરતી ગરોળી અચાનક તમારા શરીરના કોઈ અંગ પર પડી જાય છે. આમ થાય ત્યારે સૌથી પહેલા તો રાડ જ નીકળી જાય અને પછી વિચાર આવે કે ગરોળીનું શરીરના આ અંગ પર પડવું શુભ છે કે અશુભ? જો તમને પણ ખબર નથી કે શરીરના કયા અંગ પર ગરોળી પડે તો તેનું શુભ પરિણામ મળે છે અને કયા અંગ પર અશુભ સંકેત તો ચાલો તમને આજે આ અંગે જાણકારી આપીએ. ગરોળી શરીરના કેટલાક અંગ પર પડે કે ચઢે તો તે ભવિષ્યમાં થનાર લાભનો સંકેત હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ 2 રાશિ પર વક્રી શનિ છે સૌથી વધુ મહેરબાન, દિવસ-રાત બેંક બેલેન્સમાં થશે વધારો


Rajyog: આ 4 રાશિઓના લોકો ખૂબ કમાય છે ધન અને નામના, કુંડળીમાં જન્મજાત હોય છે રાજયોગ


શનિ દોષનું નિવારણ કરવા શનિવારે વ્રત કરી કરો આ 1 સરળ ઉપાય, દુર થશે શનિ પીડા


જ્યોતિષ ગ્રંથ મુહૂર્ત માર્તંડ મુજબ પેટ, નાભિ, છાતી અને દાઢી સિવાય શરીરના કપાળ સુધીના કોઈપણ ભાગ પર ગરોળી પડવી તે સ્ત્રી અને પુરુષ બંને માટે શુભ છે. પુરુષોના જમણા ભાગ અને સ્ત્રીના ડાબા ભાગ પર ગરોળીનું પડવું સામાન્ય રીતે શુભ માનવામાં આવે છે, પરંતુ બીજી તરફ પુરુષોના ડાબા ભાગ અને સ્ત્રીઓના જમણા ભાગ પર ગરોળી પડવાનું પરિણામ અશુભ માનવામાં આવે છે.


સામાન્ય રીતે આવું થતું નથી, છતાં ગરોળીનું શરીર પર ચડવું અને પડવાનું પરિણામ પણ એવું જ વર્ણવવામાં આવ્યું છે. શરીરની જમણી બાજુએ પડીને જો ગરોળી ડાબી બાજુથી નીચે આવે તો તેને દોષ માનવામાં આવતો નથી. આ બંને લોકો (સ્ત્રી, પુરુષ) ને લાગુ પડે છે.


આ પણ વાંચો:


બ્રહ્મ મુહૂર્તમાં આવે જો આવા સપના તો સમજી લેવું લાગવાની છે લોટરી... થાય છે ધન લાભ


Kendra Trikon Rajyog: 100 વર્ષ પછી સર્જાયો કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, 3 રાશિઓને થશે લાભ


આ તારીખે ઉજવાશે પદ્મિની એકાદશી, અધિક માસનું આ વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે સંતાન સુખ


ગરોળી માથા પર પડે તો સત્તા પ્રાપ્ત થાય છે. તમે જ્યાં કામ કરો છો ત્યાં પ્રમોશન મેળવીને તમે સત્તા મેળવી શકો છો અથવા તમે અધિકારીના પદ સુધી પહોંચી શકો છો. જો જમણા કાન પર ગરોળી પડે તો દાગીના મળવાની શક્યતાઓ ઘણી વધી જાય છે.


વાળના છેલ્લા ભાગમાં ગરોળી પડી જાય તો મૃત્યુ જેવી પીડા મળે છે. ચહેરાના આગળના ભાગ પર ગરોળી પડવી શુભ હોય છે અને તે સ્થાન લાભદાયક હોય છે. તમે કોઈપણ જમીન કે મકાન ફ્લેટ વગેરે લઈ શકો છો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)