salangpur hanuman distortion : સનાતન ધર્મ પર વધુ એક સ્વામિનારાયણ સંતનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. વડોદરા ગુરુકુળના દર્શન વલ્લભ સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમારા સ્વામિનારાયણ ભગવાન જ સર્વોપરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોને છંછેડવાનું બંધ કરી દો. તમે ચલમ પી પોતાને સનાતની કહેતા હોય તો અમે તો તિલકવાળા છીએ. ગગનના તારા જેટલાં શત્રુઓ ભેગા થઈ જાય તો પણ સ્વામિનારાયણ ભગવાન જ સર્વોપરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાળંગપુર હનુમાનજી  ભીંત ચિત્રો વિવાદ મામલો હવે તૂલ પકડી રહ્યો છે. વડતાલના સાધુઓના વિવાદસ્પદ નિવેદનો એક પછી એક આવી રહ્યાં છે. ત્યારે વધુ એક સાધુનું વિવાદિત નિવેદન આવ્યું છે. વડોદરા ગુરુકુળના દર્શન સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ગગનના તારા જેટલાં શત્રુઓ ભેગા થઈ જાય તો પણ  અમારા સ્વામીનારાયણ ભગવાન જ સર્વોપરી છે. મિત્રો આપણે કોઈનાથી દબાવાનું નથી. એ લોકો ચલમ પીને પોતાને સનાતની કહેતા હોય તો અમે છાતી કાઢીને તિલક કરીએ છીએ, એટલે તમારા કરતા પહેલા અમે સનાતની  છીએ. મહેરબાની  કરી સ્વામિનારાયણ વાળાને છંછેડવાના ધંધા બંધ કરી દો.


ગાંધીનગરમાં હાકલપટ્ટીનો દોર ચાલુ : CMO માંથી પાંચને અલવિદા કરાયા, હવે કોનો વારો


 


રૂપાલાએ સનાતન ધર્મ વિરુદ્ધ બોલનારાઓની સરખામણી રાવણના વંશજો સાથે કરી