Anand News બુરહાન પઠાણ/આણંદ : મંદિર જેવા ધાર્મિક સ્થળો પર સભ્યતા જાળવવી જરૂરી છે. લોકોની લાગણી ન દુભાય તે માટે ગુજરાતના એક પછી એક મંદિરો ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ મૂકી રહ્યાં છે. ત્યારે ગુજરાતના વધુ એક મંદિરનું નામ આ લિસ્ટમાં જોડાયું છે. આણંદના પેટલાદનાં રણછોડજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ મંદિરની બહાર બોર્ડ લગાવાયું કે, કોઈ પણ દર્શનાર્થીઓ ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ કરી શકશે નહીં. ટૂંકા વસ્ત્રો નહીં પહેરી મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધનાં બોર્ડ લાગ્યા છે. ટૂંકા વસ્ત્રો પહેરી લોકો મંદિરમાં આવતા ધાર્મિક લાગણી દુભાતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદ જિલ્લાના પેટલાદના રણછોડજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને તે અંગેના બોર્ડ મંદિર પરિસરમાં લગાવવામાં આવ્યા છે. પશ્ચિમી સંસ્કૃતિ રંગે રંગાયેલા યુવક યુવતિઓ મંદિરમાં દર્શન કરવા માટે પણ ટૂંકા વસ્ત્રો પહેરી જતા હોઇ શ્રદ્ધાળુઓની લાગણી દુભાતી હોય છે. તેમજ મંદિરની ગરિમાં જળવાતી ના હોઈ મંદિરનાં સંચાલકો દ્વારા મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


ભાજપમાં કોલ્ડવોર! ગુજરાતમાં ITના દરોડા, ભાજપ સાથે ઘરોબો ધરાવતા સોફ્ટ ટાર્ગેટ


મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકતા બોર્ડ મંદિર પરિસરમાં લગાવી દેવામાં આવ્યા છે. અને જેને શ્રદ્ધાળુઓએ આવકાર્યું છે તેવું મંદિરમાં આવનાર શ્રદ્ધાળુ મહીજીભાઈ સોલંકીએ જણાવ્યું.